આરોગ્ય


 પથરી 
નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી
પથરી મટે છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી
પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના
દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

·         શરદી


ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય
છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી
સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો
ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.

·         વાળની માવજત


વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે.
ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે
માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે.
વાળ ખરી પડતા હોય ત્યારે
તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
 છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે.
ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.

·         કબજીયાત


અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી
ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ
અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
તુલસીના ઉકાળામાં સિંઘવ અને
સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

·         તાવ


કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ આદીભાર મીઠું બે દિવસથ લેવાથી તાવ પાછો આવતો નથી.
  કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
    સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં
પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
    કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
    તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
    ફલુના તાવમાં કાંદાનો
રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
    તુલસીનાં પાન, અજમો અને સુંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફલુનો તાવ મટે છે.
    પાંચ ગ્રામ તજ, ચારગ્રામ સુંઠ એક ગ્રામ લવીંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.
   
૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.
    એક ચમચી પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે
પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાનો તાવ મટે છે.
    તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે.
    તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.
    ઠંડી લાગીને આવતા તાવમાં અઢી
ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.

·         એસીડીટી


દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.
અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા
પીવાથી એસીડીટી મટે છે.
 અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ
નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.
તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.

·         કફ


દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

·         જીવજંતુના ડંખ


મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
    મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે.
    મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠું પાણી સાથે વાડી ચોપડવાથી પીડા મટે.
    કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
    કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી
કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
    કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીરસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ
જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
    વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનો ઝેર ઉતરે છે.
    વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
    વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાપાણીથી વારંવાર ધોવાથી તથા મીઠું પાણી નાખેલા પાણીનાં ટીપાં આંખોમાં
નાંખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોંડો વીછીંના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખરીપડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.
    મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનોરસ ચોપડવાથી પીડા મટે
છે.
    ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
    મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
    ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
    સાપ કરડે ત્યારે દસ થી વીસતોલા ચોખ્ખું ઘી પીવું પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર
નીકળી જશે.

·         જાડાપણું ઘટાડવા તેમજ વજન ઓછુ કરવા માટે

- એક પાકા લીંબુ નાં રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
-સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઊતરે છે . બહુજ વજન ધરાવતી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
-પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ ,વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા
બાદ તરત પીવાથી એક -બે મહિનામાં જાડાપણું મટે છે.
-તુલસીનાં પાંદ ને દહીં અથવા છાસ માં ખાવાથી વજન ઘટે છે,શરીર માંથી ચરબી ઓછી થાય છે ,અને શરીર સપ્રમાણ બને છે .
·         અનીંદ્રા


ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
 સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી
સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

·         ડેન્ગ્યુ

તમને અથવા તમારા સગાં સબંધીને ડેન્ગ્યુ  થયો હોઈ અથવા પ્લેટલેટ ની સંખ્યા ઓછી હોઈ તો નીચેની ત્રણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરી ને આરામ મેળવો...

૧) પપૈયા ના પાંદ નો રસ,
પપૈયા ના પાંદ નો રસ બહુંજ ફાયદાકારક છે, તેમજ તેના પાંદ સરળતાથી મળી રહે છે,તાજા પાંદ નો રસ નીકાળી ને  દર્દી ને રોજ ૨ થી ૩ વાર આપો, એકજ દિવસ
માં પ્લેટલેટ ની સંખ્યા વધવા લાગશે.
૨) નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ ,
3)દાડમ નો રસ,
દાડમ નો રસ તેમજ નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ નવું લોહી બનાવવાં માટે તથા રોગપ્રતિકારક શક્તી વધારવા  બહુંજ ઉપયોગી છે.
·         ખરજવું


ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ
સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે.
                ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ
કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
 (ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી
અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.
તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.
કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.
ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

  • પાચનતંત્ર માટે ઉપયોગી - સોપારી


મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે.
સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ.
માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય છે. તેને તલના તેલમાં કાલવી ચામડીના રોગ ઉપર લગાવવાથી તે મટે છે.
ગાલપચોળિયામાં આમલીના ઠળિયા, ગૂગળ અને સોપારીને ગરમ પાણીમાં ઘૂંટીને તેનો લેપ કરવો.
સોપારીનાં ફૂલ મરડો અને ઝાડા મટાડે છે. સોપારી મોંની ચીકાશ, લોહી બગાડ, પેટ અને પાચનતંત્રની ગરબડ મટાડે છે.
ચીકણી સોપારી ત્રિદોષકર છે અને તેને યોનિમાં મૂકવાથી યોનિ સંકોચન કરે છે.

  • નાગરવેલનું પાન

પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે. 
પાન સ્વાદે તીખું, કડવું અને તૂરું છે. તાસીરે ગરમ, સ્વભાવે લૂખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે. તેની શિરાને બુદ્ધિવિનાશિની કહે છે તેથી કાઢી નાખવામાં આવે છે. 
પાન વીર્યવર્ધક, કામોદ્દીપક, રોચક અને કાંતિવર્ધક છે. પાન દુર્ગંધનાશક અને ઉત્તમ જંતુધ્ન છે. તેથી જમ્યા પછી ખાવાથી મુખશુદ્ધિ થાય છે અને ખોરાક પચે છે. તે શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, અવાજ બેસી જવો, પાચન મંદ પડી ગયું હોય તો ઉપયોગી છે. 
પાનના ડીંટાને શરીરના બહારના મસા ઉપર ઘસવાથી તે સુકાઈ જાય છે. 
પાનના રસમાં મધ મેળવી આપવાથી શરદી-સળેખમ-સસણી મટે છે. 
બાળકને છાતીમાં કફનો ભરાવો હોય તો છાતીએ પાન મૂકી શેક કરવો. 
પાન અને લવિંગને પાણીમાં ખૂબ ઉકાળી, ચોળી, ગાળીને પાવાથી કફના રોગો મટે છે. બાળકોને તે ખાસ લાભ કરે છે. 
કામોત્તેજક દવાઓ ઉપર પાનનું સેવન કરવું. 
પારાવાળી દવા પાવાથી આડઅસર થઈ હોય તો નાગરવેલના પાનના રસનું સેવન કરવું.

  • સાંધાની તકલીફમાં ઉપયોગી લસણ


(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં. 
(૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં. 
(૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો. 
(૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો. 
(૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, લસણ સાથે વાટી, તેની નાની નાની ગોળીઓ બનાવી સૂકવી લેવી. તેમાંથી બે-બે ગોળી સવારે અને રાતે પાણી સાથે ગળવી. 
(૬) શરીરની ગરમીથી અંગ ઉપર લાલ લાલ ચાઠાં પડ્યાં હોય તો તેના ઉપર તથા દાદર ઉપર-લસણ વાટી તેનો રસ ચોપડવો. 
(૭) આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું. 
(૮) અપસ્‍માર અને અર્દિતવાયુ (મોઢું વાંકું થવાની તકલીફ) ઉપર : લસણ વાટી તલના તેલ સાથે ખાવું. 
(૯) ઉદરરોગ ઉપર : છોલીને સાફ કરેલું લસણ એક રાત છાશમાં પલાળી રાખવું, આ લસણ એક ભાગ, તેનાથી અર્ધો ભાગ સિંધવ અને ચોથો ભાગ શેકેલી હિંગ એકત્ર કરી સર્વેનું જેટલું વજન થાય તેટલો વજનનો આદુનો રસ લઇ બધું એકસાથે વાટી લેવું. તેની નાની નાની ગોળીઓ બનાવી દરરોજ બે-બે ગોળી છાશ સાથે દિવસમાં બે વખત લેવી. 
(૧૦) વિષમજવર અને વાત વ્‍યાધિ ઉપર : લસણના કલ્‍કમાં તલનું તેલ અને જરા સિંધવ નાખી તેનું દરરોજ સવારે પ્રાશન કરવું. આથી સર્વાંગ વાત વ્‍યાધિ મટે છે. 
(૧૧) લોહીના ઊંચા દબાણ ઉપર : દરરોજ સવારે લસણની બે કે ત્રણ કળી સારી પેઠે લસોટીને થોડા દૂધ સાથે મેળવીને તે દૂધ પીવું. બીજું કાંઇ પણ ખાવુંપીવું નહિં. થોડા દિવસમાં લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવની ચટણી ખાવાથી પણ લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. 
(૧૨) ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું. 
(૧૩) દાદર ઉપર લસણની કળીઓ વાટીને લગાડવી. 
(૧૪) ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી. 
(૧૫) મૂર્છારોગ અને હિસ્‍ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું. 
(૧૬) હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો. 

(૧૭) સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ – લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્‍લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્‍યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્‍યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.

  • બુદ્ધિ, યાદશક્તિ અને મગજશક્તિવર્ધક – શંખપુષ્‍પી

પરિચય : 
ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં શંખાવલી (શંખપુષ્‍પી, શંખાહુલી) નામની મગજશક્તિવર્ધક વનસ્પતિનાં છોડ અનેક સ્થળે ખાસ કરી ચોમાસા પછી ઉગી નીકળેલ જોવા મળે છે. ઘણી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે. તેના છોડ ૨ થી ૬ ઈંચ ઊંચા વધી જાય પછી તેની શાખાઓ જમીન પર પથરાય છે. કદીક આ શાખાઓ ૪ થી ૬ ફુટ લાંબી થાય છે. તેની ડાળીઓ પાતળી સુતળી જેવી અને પાન બહુ જ નાના અર્ધા થી દોઢ ઈંચ લાંબા અને પા થી અર્ધો ઈંચ પહોળા હોય છે. પાનની બંને સપાટી પર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે. તેની પર સફેદ કે ઘેરા ગુલાબી રંગના રકાબી જેવાં ગોળ, ઘંટાકૃતિના અને સવારે ઉઘડતા ફૂલ થાય છે. તેની ત્રીજી જાત શ્યામ કે ભૂરી અથવા કાળા રંગના ફૂલોવાળી થાય છે. જેને વૈદ્યો નીલપુષ્‍પી કે લઘુ વિષ્‍ણુક્રાન્તા કહે છે. 
ગુણધર્મો : 
શંખાવલી કડવી, તૂરી, ઠંડી, વાયુ અને પિત્તશામક, મેઘાશક્તિવર્ધક, રસાયન, અવાજ સુધારનારી, વશીકરણ સિદ્ધ દેનારી, મળ-મૂત્ર સારક, પુષ્ટિ-વીર્ય વર્ધક, મનના રોગો મટાડનારી, યાદશક્તિ, વર્ણકાન્તિ, બળ અને જઠરાગ્નિવર્ધક અને ખાંસી, પિત્ત, વાયુ, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. શંખાવલી, મેઘાવર્ધક, આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વ ઉપદ્રવનાશક તથા સો વર્ષ જીવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્‍પોવાળી ઉત્તમ ગુણકારી છે, જે સૌરાષ્‍ટ્રમાં થાય છે. સફેદ પુષ્‍પની શંખાવલી વાયુ-પિત્તશામક છે. જ્યારે શ્યામ પુષ્‍પની (વિષ્‍ણુક્રાન્તા) કફ-વાતદોષ શામક છે. માનસિક દર્દોની તમામ દવાઓમાં શંખાવલી અવશ્ય વપરાય છે. 
ઔષધિ પ્રયોગ : 
(૧) ગાંડપણ તથા વાઈ (ફેફરું) : શંખાવલીના ૨૫ ગ્રામ રસમાં કોઠાનું ૨ ગ્રામ ચૂર્ણ અને મધ ૧-૨ ચમચી નાંખી રોજ બે વાર પીવું. 
(૨) કફ-વાયુની ઉલટી : શંખાવલીનો રસ કે તેનાં ચૂર્ણમાં જરીક મરી ચૂર્ણ નાંખી, મધ નાંખી વારંવાર પીવું. 
(૩) ત્રિદોષથી થયેલ ઉદર રોગ : શંખાવલી રસમાં સિદ્ધ કરેલું ઘી રોજ પાવું. 
(૪) મેઘા (શાસ્ત્રો સમજી શકવાની શક્તિ) અને બુદ્ધિ વધારવા માટે : શંખાવલીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ મધમાં ચાટી ઉપરથી દુધ પીવું. બધી મેદ્ય દવાઓમાં શંખાવલી ઉત્તમ છે. 
(૫) નસકોરી વાટે કે મુખથી લોહી પડવું : કાળા ફૂલની શંખાવલીનું ચૂર્ણ સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવું. ખોરાક મીઠા-મરચા-રહિત સાત્વિક-સાદો રાખવો. 
(૬) ગાંડપણ-ચિત્તભ્રમ, હિસ્ટીરીયા : શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ ૩ ગ્રામ, ઉપલેટ (કઠ)નું ચૂર્ણ ૨ ગ્રામ અને વજ ૧ ગ્રામ રોજ મધ સાથે સવાર-સાંજ લાંબો સમય લેવું. 
(૭) યાદશક્તિ વધારવા : શંખાવલીના પાનનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ જેટલું સાકરવાળા દૂધમાં સવારે-રાતે ૫-૬ માસ લેવું. તેથી ખૂબ લાભ થશે. 

(૮) પથારીમાં પેશાબ (શૈયામૂત્ર): જે બાળકો પથારીમાં પેશાબ કરી જતા હોય તેમને શંખાવલી ચૂર્ણ ૧૦૦ ગ્રામ, માલકાંગણીના બી ૨૫ ગ્રામ, વજ ૧૦ ગ્રામ અને અજમો ૧૫ ગ્રામનું ચૂર્ણ કરી, રોજ દૂધ કે મધ સાથે અથવા જૂના ગોળ સાથે ૨ થી ૫ ગ્રામ (ઉંમર મુજબ યોગ્ય ડોઝમાં) રોજ બે વાર આપવું.

  • શિયાળાનું મીઠું ફળ જામફળ


 તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે.
જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, મૂર્છા, તાવ, બુદ્ધિમાંદ્ય વગેરે મટાડે છે.
સૂકા કે લીલાં કાચા જામફળને છીપર ઉપર ઘસી તેનો માથે લેપ કરવાથી ગમે તેવું માથું દુઃખતું હોય કે આધાશીશી હોય તો મટી જાય છે.
બાળકો કે વૃદ્ધોને ગુદા બહાર નીકળી (આમળ) જતી હોય તો જામફળના પાનને વાટી તેની લૂગદી લગાવવી.
જામફળના પાન કે છાલનો ઉકાળો પીવાથી ઝાડા મટે છે. તેના પાનની પોટીસ ગૂમડાં ઉપર બાંધતા તે ફાટી જાય છે.
બુદ્ધિજીવીઓ માટે જામફળ સારા છે. ટાઢિયો તાવ આવતો હોય તેઓ પણ જામફળ ખાઈ શકે. ગાંડપણનો રોગી જામફળ ખાય તો તેને ફાયદો થાય છે. કબજિયાતનો રોગી નિયમિત રીતે જામફળ ખાય તો પેટ સાફ આવે છે. પાનનો રસ ભાંગનો નશો મટાડે છે. પાનની પોટીસ આંખે બાંધવાથી આંખના રોગો મટાડે છે.