Wednesday 16 June 2021

બાળગીત


મોરલા રે મોરલા-     કવિ : નરેન્દ્ર મણિલાલ કાલરિયા

મોરલા રે મોરલા,
તમે ટહુકા કરતા આવો.
ટહુકા કરતા આવો,
મારી સાથે રમવા આવો.
કોયલડી રે કોયલડી,
તમે ગીત ગાતા આવો.
ગીત ગાતા આવો,
મારી સાથે રમવા આવો.
સસલા રે સસલા,
તમે કૂદતા કૂદતા આવો.
કૂદતા કૂદતા આવો,
મારી સાથે રમવા આવો.
બાળકો રે બાળકો,
તમે નિશાળે વહેલાં આવો.
નિશાળે વહેલાં આવો,
મારા વર્ગમાં ભણવા આવો.
મોરલા રે મોરલા,
તમે ટહુકા કરતા આવો.
ટહુકા કરતા આવો,
મારી સાથે રમવા આવો.