અવનવું - શ્રી ભુપતભાઈ મેમકિયા દ્વારા

     (ભુપતભાઈ મેમકિયા, (નિવૃત શિક્ષક)ચોકડી શાળા,   તા:ચુડા જિ:સુરેન્દ્રનગર)


(1) મીઠાઈ અને ફરસાણ બનાવી વેચનાર ➡️ કંદોઈ 

(2) કપડાંને ધોલાઇ કરીને ઈસ્ત્રી કરી આપનાર  ➡️ધોબી 

(3) ધાણીમાં તેલીબિયાં પીલી તેલ કાઢી આપનાર ➡️ઘાંચી

(4) સુતરના દોરા વણી કાપડ બનાવી આપનાર ➡️ વણકર 

(5) ભઠ્ઠીમાં શિંગ-ચણા શેકી-ભૂંજી વેચનાર ➡️ભાડભૂંજો

(6) પાણીનાં પાઇપો અને નળ ફિટીંગ કરનાર ➡️ પ્લમ્બર

(7) છરી,ચપ્પુ,કાતરને ધાર કાઢી આપનાર ➡️ સરાણિયો

(8) મરી -મસાલાં,હવેદ, કડવું-કડિયાતું વેચનાર ➡️ ગાંધી

(9) કોપરેલ સુગંધી તેલ, અત્તર, સ્પ્રે વેચનાર ➡️ સરૈયો

(10) મીઠાં કપૂરી,બંગલો પાન,બનાવી વેચનાર ➡️તંબોળી

(11) કોરા-આંકેલા કાગળ, પૂંઠા વગેરે વેચનાર ➡️ કાગદી 

(12) અનાજ,કઠોળ અને કરિયાણું વેચનાર ➡️ કણિયો 

(13) બાગમાં ફૂલ-છોડ ઉછેરી ફૂલ,હાર,વેચનાર ➡️ માળી

(14) શાકભાજી અને ફળનું વેચાણ કરનાર ➡️ કાછિયો

(15) તાંબા-પિત્તળ,સ્ટીલના વાસણ વેચનાર ➡️ કંસારો 

(16) દરિયા કિનારે અગરમાં મીઠું પકવનાર ➡️ અગરિયો

(17) કાપડ માંથી નવાં-નવા કપડાં સીવી આપના➡️ દરજી

(18) માટી માંથી નવા વાસણ બનાવી આપનાર ➡️કુંભાર

(19)લાકડાં માંથી કબાટ તથા ઓજાર બનાવના➡️સુથાર

(20) લોખંડ ગરમ કરી ટીપી ઓજાર બનાવનાર➡️ લુહાર

(21)લોખંડ,કોથળા,ડબ્બા,પૂઠ્ઠ,ભંગાર લેનાર➡️ભંગારિયો

(22) પથ્થર, સિમેન્ટ,રેતી, ઈંટથી મકાન ચણનાર➡️કડિયો

(23) દાઢી,માથાના વાળ કટીંગ કરી આપનાર ➡️ વાળંદ

(24) સોના-ચાંદીના આભૂષણો,ઘરેણાં બનાવના➡️સોની 

(25) ખેતી કરીને અનાજ શાકભાજી પકવનાર ➡️ ખેડૂત 

(26)સ્કૂલમાં બ્લેકબોર્ડમાં ચોકથી ભણાવનાર ➡️શિક્ષક 

(27) ચામડા કે પ્લાસ્ટિકના બૂટ-ચમ્પલ વેચનાર➡️ મોચી 

.............................................................................................................

(1) ઝાડ   ઉપર  રહેતાં  વાંદરાને " મન્કી "કહેવાય, 

      તો  ઉકરડે  રખડતાં  ગધેડાને " ડોન્કી"કહેવાય. 

(2) બંગલા-ઝૂંપડીમાં રહેતાં ઘરને"હાઉસ"કહેવાય, 

      તો ઘરમાં દરમાં રહેતાં ઉંદરને "માઉસ"કહેવાય.

(3) જન્મ    આપનાર    માતાને  " મધર " કહેવાય,

      તો  હેતથી  ઉછેરનાર  પિતાને "ફાધર "કહેવાય.

(4) બોરડીનો  ચારો  ખાતી, બકરીને "ગોટ"કહેવાય,

      તો   પાણીમાં  તરતી   હોડીને  "બૉટ " કહેવાય.

(5)  પરોઢિયે   બોલનાર    કૂકડાને  "કૉક " કહેવાય,

      તો  કળા   કરનાર   મોરલાને " પીકૉક "કહેવાય.

(6) લીલું   મરચું  ખાનાર  પોપટને  " પૅરટ "કહેવાય, 

      તો  લાલ-કેસરી મીઠાં ગાજરને " કૅરટ "કહેવાય.

(7) મીઠાઈ  પર બેસનાર  માખીને "ફલાય "કહેવાય,

      તો   ફૂલનાં  પતંગિયાને " બટર ફ્લાય "કહેવાય.

(8) ઉંદરના મોટા  દુશ્મન  બિલાડીને " કૅટ "કહેવાય,

      તો  પાથરવા માટેની  શેતરંજીને " મૅટ " કહેવાય.

(9) લાલ - કેસરી    સફરજનને " ઍપલ "  કહેવાય,

      તો લીલા-પીળા અનાનસને" પાઈનેપલ"કહેવાય.

(10)માટીવાસણ બનાવનાર કુંભારને"પોટર"કહેવાય, 

       તો માતા-પિતાની નાની દીકરીને "ડૉટર"કહેવાય.

(11)વાડીમાં હળ ખેંચનાર બળદને"ઑકસ"કહેવાય,

    તો નાસ્તાના નાના ડબ્બાને"લન્ચ-બૉક્સ"કહેવાય.

(12) નદી ઓળંગવા બાંધેલા પુલને"બ્રિજ"કહેવાય, 

        તો  ઠંડી  વસ્તું  રાખવા  કપાટને"ફ્રિજ"કહેવાય.

(13) રાજા - મહારાજાની  રાણીને " ક્વીન"કહેવાય, 

      તો બગીચાની રાતરાણીને"નાઈટ કવીન"કહેવાય.

........................................................................................

🌷કાગડાના મોઢામાં રામ ન હોય ↩️

              પાપીના મુખ માંથી સારા વેણ ન નીકળે. 

 🐔 કૂકડીનું મોં ઢેફલે રાજી ↩️

          નાના માણસોને થોડાથી પણ સંતોષ થાય.                             

🌷 કોયલને-કાગ વાને વરતાય નહીં ↩️

         રૂપ જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી.                   

🐔 ઘરકી મુરઘી દાલ બરાબર ↩️

         ઘરની વ્યક્તિની કોઈ કદર કરતું હોતું નથી.

🌷 ચકલી નાનીને ફૈઈડકો મોટો ↩️

           ગજા ઉપરાંતની વધારે વાતો કરી નાખવી. 

🌷 ઢેલના પગ બે દિવસ રાતાં ↩️

             અલ્પતાનું સૂચક, સરવાળે કાંઈ ન હોય.

🐓 બહુચરાજીનો કૂકડો પેટમાં બોલે ↩️

           કરેલું પાપ વહેલું - મોડું પ્રકાશમાં આવેજ.

🦚 મોર પીંછે રળિયામણો લાગે ↩️ 

               રૂપ થકી દરેક માણસ શોભતા હોય છે.

🌷 કાગડો ચાલે મોરની ચાલ ↩️ 

            દેખા-દેખી કરવાનો કોઈ અર્થ હોતો નથી.

🌷 લીલા વનમાં પોપટ ઘણાં ↩️ 

         લાભ દેખાય ત્યાં ઘણાં માણસો ભેગા થાય.

🌷 બગલી રૂપે રૂડીને કરમે ભૂંડી ↩️

                રૂપ સારું હોય પણ ગુણ સારા ન હોય.

🦚 મોરના ઈંડા ચીતરવા ન પડે ↩️

                  સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી.

 🦢 હંસ ગયાને બગલા રહ્યાં ↩️

            અસલ વસ્તું જતી રહી. નકલી વસ્તું રહી.

..................................................................................

(ક) કલિયુગમાં માત્ર "નામ"સ્મરણ ઉત્તમ કર્મ છે. 

(ખ) ખરાબ પુત્રો થાય, પણ માતા કમાતા ન થાય. 

(ગ) ગરીબી કદી ખાનદાનીને દબાવી શક્તી નથી. 

(ઘ) ઘસાઈ જજો ખૂબ!પણ  કદી કટાઈ ન જતાં.

(ચ) ચંદન  કરતાં પણ સજ્જનો  શીતળ હોય છે . 

(છ) છોગાળા તો છોડે, પણ  કર્મ  કોઈને ન છોડે. 

(જ) જડ હોય તે ત્રણેય  કાળમાં જડ જ રહે  છે.

(ઝ) ઝટ-પટ બે કામ કરી લો. સેવા અને  સ્મરણ.

(ટ) ટક-ટક  ઘરના  સભ્યો  જોડે  કદી  ન  કરશો. 

(ઠ) ઠઠ્ઠા-મશ્કરી  કોઈ ભાઈ  કે બહેનની ન કરવી.

(ડ) ડરશો નહીં કોઈથી.તમને કોઈ મારી નહીં શકે.

(ઢ) ઢગલાં  કર્મોના  છે. તેને  ભોગવવા  જ પડશે. 

(ણ) હણે તેને હણવામાં પાપ નથી.વિચારી લેજો.

(ત)તમે હસતું મુખ રાખશોતો જગત પણ રાખશે.

(થ) થડને જ પકડજો.ડાળી - પાન સાથે આવશે.

(દ) દયા ભાવ બધાં જીવ ઉપર  સરખો  રાખજો.

(ધ) ધર્મ વગરનું જીવન - વિજ્ઞાન પાંગળું કહેવાય.

(ન) નવા-નવા  કર્મો બંધ થાય પછી જ મોક્ષ મળે. 

(પ) પરહિત-પ્રેમ સમાન બીજો કોઈ જ ધર્મ નથી. 

(ફ)ફરી આ મનુષ્ય  દેહ મળવો ખૂબજ મુશ્કેલ છે.

(બ)બહાનું કાઢી છટકી જવું એ કાયરતા કહેવાય.

(ભ) ભય-કંપારી,દુર્બળતા આશક્તિના ચીહ્નન છે. 

(મ)મનુષ્ય માત્ર કર્મોનો અધિકારી છે.છોડી ન શકે.

(ય)યમ,વ્રત,સંયમ જીવન જીવવાના પાયા ગણાય.

(ર) રમત રમજો પણ, જીવનને  રમત ન બનાવતાં.

(લ) લક્ષ્મી સત્ય અને સાહસિક લોકોને જ વરે છે.

(વ) વચન-વિવેકી લોકોને બ્રહ્માદિત પાય લાગે છે. 

(શ) શરીર ક્ષણ ભંગુર છે. તેમાં  આત્મા અમર છે.

(ષ)ષડ્યંત્ર રચી,નિર્દોષ લોકોને કદી છેતરાશો નહીં.

(સ)"સદગુણ"વિનાની સુંદરતા પણ અભિશાપ છે.

(હ) હજાર કામ બગાડીને  એક મોક્ષને  સુધારજો. 

(ળ) પળ-પળ  જીવનમાંથી  ઓછી થતી જાય છે. 

(ક્ષ) ક્ષમા  આપીને  પછી ભૂલી જવું. સર્વોત્તમ છે. 

(જ્ઞ) જ્ઞાની માણસ હંમેશા પોતાનોજ દોષ શોધે છે.

...................................................................................

⚛️ ભારત સરકારનાં બંધારણીય વડા➡️રાષ્ટ્પતિ 

⚛️ ભારત સરકારનાં વહીવટી વડા ➡️ વડાપ્રધાન 

⚛️ લોકસભાના અધ્યક્ષ    ➡️ સ્પીકર 

⚛️ રાજ્યસભાના અધ્યક્ષ ➡️ ચેરમેન 

⚛️ રાજ્યના બંધારણીય વડા ➡️ રાજ્યપાલ 

⚛️ રાજ્યના વહીવટી વડા     ➡️ મુખ્યમંત્રી 

⚛️ રાજ્યના વહીવટી ખાતાના વડા ➡️ સચિવ 

⚛️ યુનોના વહીવટી વડા ➡️ મહામંત્રી 

⚛️ ચૂંટણી પંચના વડા ➡️ ચીફ ઈલેક્શન કમિશનર 

⚛️ રાજ્યના પોલીસ વડા      ➡️ ડી. જી. પી. 

⚛️ રાષ્ટ્રના હવાઈ દળના વડા ➡️ એરમાર્શલ 

⚛️ પરદેશમાં સરકારના પ્રતિનિધિ ➡️ રાજદૂત 

⚛️ સંસ્થાના બંધારણીય વડા ➡️ પ્રમુખ 

⚛️ રાષ્ટના નૌકાદળના વડા    ➡️ એડમીરલ 

⚛️ ભૂમિદળના ઉચ્ચ અધિકારી  ➡️ જનરલ 

⚛️ વાયુદળમાં સૌથી નીચો હોદ્દો ➡️ પાયલટ 

⚛️ લશ્કરની ત્રણે પાંખોના વડા,  ➡️ સરસેનાપતિ 

⚛️કાયદેસરની કંપનીના વડા➡️મેનેજિંગ ડાયરેક્ટર

⚛️ તંત્રના ફેડરેશનના વડા    ➡️ કમિશનર 

⚛️ મુખ્ય ન્યાયાધીશો          ➡️ ચીફ જસ્ટિસ 

⚛️ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા  ➡️ મેયર 

⚛️ યુનિવર્સિટીના બંધારણીય વડા ➡️ કુલપતિ 

⚛️ યુનિવર્સિટીના વહીવટી વડા ➡️ રજિસ્ટ્રાર 

⚛️ ખેલ સ્પર્ધા વિવાદ નિર્ણાયક ➡️ અમ્પાયર 

⚛️ ખેલાડીઓની ટીમના વડા     ➡️ કેપ્ટ્ન 

⚛️ જિલ્લાના વહીવટી વડા ➡️ કલેકટર-સમાહર્તા 

⚛️ તાલુકાના વહીવટી વડા ➡️ મામલતદાર 

⚛️ મહાનગરપાલિકાના વહીવટી વડા ➡️કમિશનર 

⚛️ નગરપાલિકાના વહીવટી વડા➡️ ચીફઓફિસર 

⚛️ ગ્રામ પંચાયતના વડા ➡️ સરપંચ 

⚛️ ગ્રામ પંચાયતના વહીવટી વડા ➡️ તલાટી-મંત્રી 

..................................................................................

................................................................................................

⚛️ બળદગાડું-Bullock-cart (બુલક કાર્ટ)बैलगाड़ी

⚛️ ઘોડાગાડી - Horse - carriage  (હૉર્સ કૅરીજ)

                                  घोड़ागाड़ी (एक्का, टमटम)

⚛️ સાઇકલ - Cycle - (સાઈકલ) -  साइकिल

⚛️ બસ - Bus-  (બસ) -  बस

⚛️ રીક્ષાAutorickshaw(ઓટોરિક્ષા)ऑटोरिक्सा

⚛️ સ્કૂટર - Scooter-  (સ્કૂટર ) - स्कूटर

⚛️ મોટરસાઇકલ - Moterbike-  (મોટરબાઈક)

                                                मोटरसाइकिल

⚛️ મોટર - Car-  (કાર) - मोटरकार

⚛️ જીપ - Jeep -  ( જીપ ) - जीप

⚛️ એમ્બ્યુલન્સ -  Ambulance  (એમ્બ્યુલન્સ )

                                                     रुग्णवाहिका

⚛️ ખટારો - Truck -  (ટ્રક ) - ट्रक

⚛️આગબંબોFire-engine(ફાયર એંન્જીન)दमकल

⚛️હેલિકોપ્ટર Helicopter(હેલિકોપ્ટર)हेलीकॉप्टर

⚛️ વિમાન - Aeroplane -(એરપ્લેન) -हवाईजहाज 

⚛️ ટ્રેઈન(રેલગાડી) - Train - (ટ્રેઈન) रेलगाड़ी

⚛️ જહાજ-  Ship (શિપ) - जलयान , जहाज़

⚛️ હોડી-  Boat  - (બૉટ) - नाव 

......................................................................................

कुछ रोचक जानकारी क्या आपको पता है ?


1. 📚 चीनी को जब चोट पर लगाया जाता है, दर्द तुरंत कम हो जाता है...

2. 📚 जरूरत से ज्यादा टेंशन आपके दिमाग को कुछ समय के लिए बंद कर सकती है...

3.📚 92% लोग सिर्फ हस देते हैं जब उन्हे सामने वाले की बात समझ नही आती...

4.📚 बतक अपने आधे दिमाग को सुला सकती हैंजबकि उनका आधा दिमाग जगा रहता....

5.📚 कोई भी अपने आप को सांस रोककर नही मार सकता...

6.📚 स्टडी के अनुसार : होशियार लोग ज्यादा तर अपने आप से बातें करते हैं...

7.📚 सुबह एक कप चाय की बजाए एक गिलास ठंडा पानी आपकी नींद जल्दी खोल देता है...

8.📚 जुराब पहन कर सोने वाले लोग रात को बहुत कम बार जागते हैं या बिल्कुल नही जागते...

9.📚 फेसबुक बनाने वाले मार्क जुकरबर्ग के पास कोई कालेज डिगरी नही है...

10.📚 आपका दिमाग एक भी चेहरा अपने आप नही बना सकता आप जो भी चेहरे सपनों में देखते हैं वो जिदंगी में कभी ना कभी आपके द्वारा देखे जा चुके होते हैं...

11.📚 अगर कोई आप की तरफ घूर रहा हो तो आप को खुद एहसास हो जाता है चाहे आप नींद में ही क्यों ना हो...

12.📚 दुनिया में सबसे ज्यादा प्रयोग किया जाने वाला पासवर्ड 123456 है.....

13.📚 85% लोग सोने से पहले वो सब सोचते हैं जो वो अपनी जिंदगी में करना चाहते हैं...

14.📚 खुश रहने वालों की बजाए परेशान रहने वाले लोग ज्यादा पैसे खर्च करते हैं...

15.📚 माँ अपने बच्चे के भार का तकरीबन सही अदांजा लगा सकती है जबकि बाप उसकी लम्बाई का...

16.📚 पढना और सपने लेना हमारे दिमाग के अलग-अलग भागों की क्रिया है इसी लिए हम सपने में पढ नही पाते...

17.📚 अगर एक चींटी का आकार एक आदमी के बराबर हो तो वो कार से दुगुनी तेजी से दौडेगी...

18.📚 आप सोचना बंद नही कर सकते.....

19.📚 चींटीयाँ कभी नही सोती...

20.📚 हाथी ही एक एसा जानवर है जो कूद नही सकता...

21.📚 जीभ हमारे शरीर की सबसे मजबूत मासपेशी है...

22.📚 नील आर्मस्ट्रांग ने चन्द्रमा पर अपना बायां पाँव पहलेरखा था उस समय उसका दिल 1 मिनट में 156 बार धडक रहा था...

23.📚 पृथ्वी के गुरूत्वाकर्षण बल के कारण पर्वतों का 15,000मीटर से ऊँचा होना संभव नही है...

23.📚 शहद हजारों सालों तक खराब नही होता..

24.📚 समुंद्री केकडे का दिल उसके सिर में होता है...

25.📚 कुछ कीडे भोजन ना मिलने पर खुद को ही खा जाते है....

26.📚 छींकते वक्त दिल की धडकन 1 मिली सेकेंड के लिए रूक जाती है...

27.📚 लगातार 11 दिन से अधिक जागना असंभव है...

28.📚 हमारे शरीर में इतना लोहा होता है कि उससे 1 इंच लंबी कील बनाई जा सकती है.....

29.📚 बिल गेट्स 1 सेकेंड में करीब 12,000 रूपए कमाते हैं...

30.📚 आप को कभी भी ये याद नही रहेगा कि आपका सपना कहां से शुरू हुआ था...

31.📚 हर सेकेंड 100 बार आसमानी बिजली धरती पर गिरती है...

32.📚 कंगारू उल्टा नही चल सकते...

33.📚 इंटरनेट पर 80% ट्रैफिक सर्च इंजन से आती है...

34.📚 एक गिलहरी की उमर,, 9 साल होती है...

35.📚 हमारे हर रोज 200 बाल झडते हैं...

36.📚 हमारा बांया पांव हमारे दांये पांव से बडा होता हैं...

37.📚 गिलहरी का एक दांत हमेशा बढता रहता है....

38.📚 दुनिया के 100 सबसे अमीर आदमी एक साल में इतना कमा लेते हैं जिससे दुनिया 

की गरीबी 4 बार खत्म की जा सकती है...

39.📚 एक शुतुरमुर्ग की आँखे उसके दिमाग से बडी होती है...

40.📚 चमगादड गुफा से निकलकर हमेशा बांई तरफ मुडती है...

41.📚 ऊँट के दूध की दही नही बन सकता...

42.📚 एक काॅकरोच सिर कटने के बाद भी कई दिन तक जिवित रह सकता है...

43.📚 कोका कोला का असली रंग हरा था...

44.📚 लाइटर का अविष्कार माचिस से पहले हुआ था...

45.📚 रूपए कागज से नहीं बल्कि कपास से बनते है...

46.📚 स्त्रियों की कमीज के बटन बाईं तरफ जबकि पुरूषों की कमीजके बटन दाईं तरफ होते हैं...

47.📚 मनुष्य के दिमाग में 80% पानी होता है.

48.📚 मनुष्य का खून 21 दिन तक स्टोर किया जा सकता है...

49.📚 फिंगर प्रिंट की तरह मनुष्य की जीभ के निशान भी अलग-अलग होते हैं...

...........................................................................................................................

       🌷કોઈને પદ મળતું નથી. 🌷

             °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

⚛️ ભેંસ ગમે તેટલું  ફેટવાળું જાડું  દૂધ આપે તો, 

      પણ તેને  કામધેનુ કે માતાનું પદ મળતું  નથી. 

⚛️ પિત્તળને ગમે તેટલું  ઉજળું  કરવામાં  આવે, 

     તો પણ સુવર્ણ  કે (સોનાનું ) પદ  મળતું નથી. 

⚛️ અસત્ય  ગમે તેટલું બળ કરી  સ્વર્ગ  અપાવે, 

      તો પણ  અસત્યને  સત્યનું  પદ મળતું  નથી. 

⚛️ બગલો  ગમે  તેટલો ઉભો રહી મૌન વ્રત કરે, 

    તો પણ તેને સરોવરના  હંસનું પદ મળતું નથી.

⚛️ મૂર્ખ ગમે તેટલા ભગવાં પહેરી આડંબર  કરે, 

      તો પણ તેને સાધુ-મહાત્માનું પદ મળતું નથી. 

⚛️ ગધેડાને ગમે તેવો હીરા-માણેકથી શણગારો, 

       તો પણ તેને કદી વરઘોડાનું  પદ મળતું નથી. 

⚛️ પટાવાળો ગમે તેવો ઓફિસનો વહીવટ  કરે, 

     તો પણ તેને કદી  કલેકટરનું  પદ મળતું  નથી.

⚛️ કાચને ગમે તેટલો ઘસી પેલ પાડવામાં આવે, 

     તો પણ તેને હીરા - ઝવેરાતનું પદ મળતું નથી.

⚛️દાસીને ગમેતેવી હાથીની અંબાડી પર બેસાડો, 

     તો પણ રાણી કે રાજમાતાનું પદ  મળતું નથી.

⚛️ શિયાળ ગમે તેવો  પ્રાણીઓને ઉપદેશ આપે,

      તો પણ સિંહનું કે વનરાજનું પદ મળતું નથી.

⚛️ કાગડો ગમે તેવો વસંત ઋતુમાં ટહુકારા  કરે, 

      તો પણ તેને કોયલ  રાણીનું  પદ મળતું નથી.  

..............................................................................        ~~~~~~~~

✳️ લાલ - Red (રેડ) - लाल

✳️ પીળો - Yellow (યેલો) - पिला

✳️ વાદળી - Blue (બ્લૂ) - नीला

✳️ લીલો - Green (ગ્રીન) - हरा

✳️ સફેદ - White (વાઈટ) - सफेद

✳️ કેસરી - Orange (ઓરેંજ) - नारंगी

✳️ કથ્થઈ - Brown (બ્રાઉન) - भूरा

✳️ કાળો - Black (બ્લૅક) - काला

✳️ ગુલાબી - Pink (પિંક) - गुलाबी 

✳️ જાંબુડિયો - Purple (પર્પલ) - बैंगनी

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

        રંગ બનાવવાની રીત 

        ~~~~

✴️ લાલ + પીળો = કેસરી 

✴️ લાલ + વાદળી = જાંબલી 

✴️ વાદળી + પીળો = લીલો 

✴️ લાલ + સફેદ = ગુલાબી 

✴️ લીલો + પીળો = પોપટી 

✴️ લાલ + કાળો = કથ્થઈ 

✴️ કાળો + સફેદ = રાખોડી 

✴️ વાદળી + સફેદ = દુધિયા 

.........................................................

⚛️  "સત્ય "   સમાન   વિજય    નથી. 

⚛️  " ક્ષમા "     સમાન   શસ્ત્ર    નથી. 

⚛️  " દયા "     સમાન    ધર્મ      નથી. 

⚛️  " મૌન "  સમાન  જપ-તપ   નથી. 

⚛️  " પરોપકાર"  સમાન  પૂણ્ય   નથી. 

⚛️  " ભજન "  સમાન   શાંતિ    નથી. 

⚛️  " તૃષ્ણા "   સમાન    દુઃખ    નથી. 

⚛️  " ક્રોધ "   સમાન     તાપ      નથી. 

⚛️  " નિંદા "  સમાન   મહાપાપ  નથી.

⚛️  " કામ "    સમાન    કલંક    નથી. 

⚛️  " સ્નેહ "  સમાન   બંધન     નથી. 

⚛️  " સદ્દવિદ્યા "  સમાન  મિત્ર   નથી. 

⚛️  " અજ્ઞાન "  સમાન અંધકાર નથી. 

⚛️  " જ્ઞાન "     સમાન   પ્રકાશ   નથી. 

⚛️  " ગંદકી "     સમાન   રોગ    નથી. 

⚛️  " બ્રહ્મચર્ય "    સમાન  તેજ  નથી. 

⚛️  " આત્મા "  સમાન   પવિત્ર  નથી. 

⚛️  " લોભ "    સમાન    પાપ    નથી.

⚛️  " મોહ "    સમાન    મમતા   નથી.  

⚛️  " હાસ્ય "   સમાન   આંનદ  નથી. 

⚛️  " સંતોષ "   સમાન   સુખ    નથી.

⚛️  " ચિંતા "   સમાન  તણાવ    નથી. 

⚛️  " આળસ "  સમાન  પડતી  નથી.

⚛️  " કસ્તુરી "  સમાન   સુગંધ   નથી.

⚛️  " વૃક્ષ "  સમાન   પરોપકાર  નથી.

⚛️  " ચંદ્ર "  સમાન   શીતળતા   નથી.

⚛️  " સૂર્ય " સમાન  નિયમિતતા  નથી.

⚛️  "પૃથ્વી"સમાન સહનશીલતા નથી. 

⚛️  " અરીસા "  સમાન  ન્યાય   નથી.

⚛️  "મધમાખી " સમાન  ઉદ્યમી  નથી. 

⚛️  " કીડી "   સમાન   સંગઠન   નથી.

............................................................................

કોણ શું શીખવે" જાણો:અને 

તમારી  નોટબુકમાં  લખો : ધોરણ : 3 થી 8 માટે.

*************

        ✴️ 27/11/2021-શનિવાર ✴️

        ----------------------------------------

[1] કાગડો   ➡️ ચતુર બનો,સમાજમાં ભાવ કેળવો. 

[2] કીડી      ➡️ સંગઠન બળ કેળવો, એકતા રાખો.

[3] કોયલ    ➡️બધાને મીઠાં-મધુર વચન સંભળાવો.

[4]મધમાખી ➡️ ઉદ્યમી બનો, સમૂહ જીવન  જીવો.

[5] કૂકડો     ➡️ વહેલા ઊઠીને અગત્યના કામ કરો.

[6] કૂતરો     ➡️ અલ્પનિંદ્રા, માલિકને વફાદાર રહો.

[7] અરીસો  ➡️રાજા કે રંક બધાને સરખોજ ન્યાય.

[8] ઘડિયાળ ➡️ સમય કોઈની રાહ જોતો જ નથી.   

[9]અગરબત્તી ➡️મૃત્યુની અંત ઘડી સુવાસ ફેલાવો.

[10] એરણ  ➡️  ઘા પડે તો પણ  સહનશીલ બનો. 

[11] સૂર્ય     ➡️ જીવનને હંમેશા નિયમિત બનાવો.

[12] વૃક્ષ     ➡️પરોપકાર માટે સદાય ઉભા રહેજો.

[13] બગલો ➡️ એક  ધ્યાન, કાર્યમાં  ચિત્ત પરોવો.

[14] ફુગ્ગો   ➡️ ખોટા ફુલાઈ જશોતો ફાટી  જશો.

[15] સિંહ    ➡️ હંમેશા નિડર અને  પરાક્રમી બનો.

[16] ફૂલ      ➡️ સુખ-દુઃખમાં પણ સુવાસ ફેલાવો.

[17] પર્વત    ➡️જીવનમાં સ્થિરતા,અડગતા રાખો.

[18] ચંદ્ર      ➡️શીતળ બની સૃષ્ટિને પ્રકાશ આપો.

[19] નદી      ➡️ વાંકા-ચુકા પંથમાં પણ રસ્તો કરો.

[20] દરિયો   ➡️ મોટું મન અને વિશાળ દિલ રાખો.

[21] કમળ   ➡️ સંસાર રૂપી  કાદવમાં સ્વચ્છ રહો.

[22] ભમરો  ➡️ તમામ  ઋતુમાં નિરંતર ગાતા રહો.

[23] કબૂતર ➡️ શાંત રહો,કપટ રહિતનાં કામ કરો.

[24] તબલા  ➡️ માર ખાઈને મીઠો રણકારો આપો.

[25] પૃથ્વી   ➡️ કરોડ કષ્ટ વેઠીને સહનશીલ બનો.

................................................................................

    રાજ્ય               પાટનગર        ભાષા 

       **            ***      **

✳️ ગુજરાત      ➡️ ગાંધીનગર - ગુજરાતી 

✳️ અરુણાચલ ➡️ ઇટાનગર - આસામી,અંગ્રેજી 

✳️ આસામ      ➡️ દિસપુર - આસામી, અંગ્રેજી 

✳️ આંધ્રપ્રદેશ   ➡️ હૈદરાબાદ - તેલુગુ, ઉર્દૂ  

✳️ ઉત્તર પ્રદેશ  ➡️ લખનૌ - હિન્દી 

✳️ ઉત્તરાખંડ    ➡️ દહેરાદુન - હિન્દી 

✳️ ઓરિસા      ➡️ ભુવનેશ્વર - ઉડિયા 

✳️ કર્ણાટક       ➡️ બેંગ્લોર - કન્નડ 

✳️ કેરલ           ➡️ તિરુવનંતપુરમ - મલયાલમ 

✳️ ગોવા          ➡️ પણજી - કોકણી 

✳️ જમ્મુ-કાશ્મીર ➡️ શ્રીનગર - કાશ્મીરી, ડોગરી 

✳️ તામિલનાડુ  ➡️ ચેન્નઈ - તમિલ 

✳️ ત્રિપુરા        ➡️ અગરતલા - બાંગ્લા, બંગાળી 

✳️ નાગાલેન્ડ    ➡️ કોહિમા - અંગ્રેજી 

✳️ પ.બંગાળ    ➡️  કલકત્તા - બંગાળી 

✳️ પંજાબ       ➡️ ચંદીગઢ - પંજાબી 

✳️ બિહાર       ➡️ પટણા - હિન્દી 

✳️ ઝારખંડ      ➡️ રાંચી - હિન્દી 

✳️ મણિપુર      ➡️ ઇમ્ફાલ - મણિપુરી 

✳️ મધ્ય પ્રદેશ   ➡️ ભોપાલ - હિન્દી 

✳️ છત્તિસગઢ   ➡️ રાયપુર - હિન્દી 

✳️ મહારાષ્ટ્ર      ➡️ મુંબઈ - મરાઠી 

✳️ મિઝોરમ      ➡️ આઈઝોલ - મિઝો, અંગ્રેજી 

✳️ મેઘાલય      ➡️ શિલૉંગ - ખાસી, ગારો 

✳️ રાજસ્થાન   ➡️ જયપુર - રાજસ્થાની-હિન્દી 

✳️ સિક્કિમ      ➡️ ગંગટોક - નેપાળી, ભૂતિયા 

✳️ હરિયાણા    ➡️ ચંદીગઢ - હિન્દી 

✳️ હિમાચલ પ્રદેશ ➡️ સિમલા - હિન્દી 

✳️ તેલંગણા     ➡️ હૈદરાબાદ - તેલુગુ, ઉર્દૂ 

~~~~~~~~

✴️ દિલ્હી રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ 

                          ➡️ દિલ્હી - હિન્દી, પંજાબી 

~~~~~~~~~

કેન્દ્રશાસિત પ્રદેશો:અંદામાન-નિકોબાર,દીવ-દમણ, 

ચંદીગઢ, દાદરાનગર હવેલી, પોંડીચેરી, લક્ષદ્વિપ 

....................................................................................................

      ✴️ તા :-23/11/2021-મંગળવાર ✴️

            ~~~~~~~

✳️ ગુજરાત રાજ્યની સ્થાપના -1લી મે, 1960

✳️ ગુજરાત રાજ્યનું પાટનગર - ગાંધીનગર 

✳️ ગુજરાતની મુખ્ય ભાષા -ગુજરાતી 

✳️ ક્ષેત્રફળ -1, 96, 024 ચોરસ કિલો મીટર 

✳️ ગુજરાત રાજ્યના  કુલ જિલ્લા - 33

✳️ ગુજરાત રાજ્યના કુલ તાલુકા - 250

✳️ જંગલ વિસ્તાર - 18, 84, 600 હેકટર 

✳️ કુલ શહેર -264 અને ગામડા -18, 225

✳️ પ્રથમ મુખ્ય મંત્રી - ડૉ. જીવરાજ મહેતા 

✳️ પ્રથમ રાજ્યપાલ - શ્રી મહેંદી નવાઝ જંગ 

✳️ હાલમાં મુખ્યમંત્રી - ભુપેન્દ્રભાઈ પટેલ. 

✳️ હાલમા રાજ્યપાલશ્રી - આચાર્ય દેવવ્રતજી  

✳️ ગુજરાતનો દરિયાઈ વિસ્તાર - 1600 કિમી

✳️ યુનિવર્સિટી - 42 અને કોલેજ - 402

✳️ પ્રા.શાળા - 39, 064- મા.શાળા -5, 611

✳️ ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો - 182

✳️ લોકસભાની બેઠકો -26,રાજ્ય સભાની-11

✳️ નગરપાલિકા-169,  મહા નગરપાલિકા- 8

✳️ જિલ્લા પંચાયતો- 33, તાલુકા પંચાયતો-250

✳️ ગ્રામ પંચાયતો- 13, 685, અભ્યારણ્યો - 21

✳️ સૌથી ઊંચો ડુંગર -ગિરનાર (જૂનાગઢ)

✳️ સૌથી મોટી નદી - નર્મદા (નર્મદા, ભરૂચ)

✳️ સૌથી મોટું બંદર -  કંડલા બંદર  (કચ્છ)

✳️ મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક -(અમદવાદ)

✳️ સૌથી મોટી હોસ્પિટલ -સિવિલ (અમદાવાદ)

✳️ સૌથી મોટું શહેર-વસ્તી-વિસ્તાર (અમદાવાદ)

✳️પડોસી રાજ્ય-રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર 

 🌷તા:16/11/2021-મંગળવાર 🌷

    ................................................................................................................................

              " અહીંયા મોટાનું કામ નથી "

⚛️ રેતીમાં  ઢોળાયેલી  ખાંડ  કીડી વીણી શકે છે. 

                           મોટા-મોટા હાથીનું કામ નથી.

⚛️ લોખંડના  ટુકડાંને નાની છીણી  કાપી શકે છે. 

                          મોટા-મોટા કુહાડાનું કામ નથી. 

⚛️ ફાટેલા  કપડાને  નાની  સોય  સાંઘી  શકે  છે. 

                           મોટી-મોટી ખીલીનું કામ નથી. 

⚛️ તરસ્યાને  મીઠાં જળનો  લોટો મોટો લાગે છે. 

                          મોટા-મોટા દરિયાનું કામ નથી. 

⚛️ સાગરમાં નાની  છીપ  માછલી મોતી આપે છે. 

                            મોટા-મોટા મગરનું કામ નથી. 

⚛️ વગડામાંથી મધમાખી મધ એકઠુ કરી શકે છે. 

                     મોટા-મોટા તીતીઘોડાનું કામ નથી.

⚛️ નાનો  ગુલાબનો  છોડ  સુગંધી ફૂલ આપે છે. 

                         મોટા-મોટા બાવળનું કામ નથી.

⚛️ નાની સુગરી  કલાત્મક માળો બનાવી શકે છે. 

                       મોટા-મોટા શાહમૃગનું કામ નથી. 

⚛️વાયોલીન તારના ભજન શાંતિ આપી શકે છે. 

                   મોટા-મોટા ડીજે માઈકનું કામ નથી.

⚛️ઘટાદાર આંબો છાંયો અને ફળ આપી શકે છે.

                              મોટા-મોટા તાડનું કામ નથી. 

⚛️ નાની  હીરાકણી  જાડા કાચને  કાપી  શકે છે.

                          મોટા-મોટા કરવતનું કામ નથી. 

⚛️ નાના હીરા-ઝવેરાત મુગટમા જડેલા હોય છે. 

                         મોટા-મોટા છીપલાનું કામ નથી.

⚛️ જંગલના  મૃગલાની નાભિમાં કસ્તુરી હોય છે.

                              મોટા-મોટા ઊંટનું કામ નથી.                         

⚛️ નાની  ઝૂંપડીમાં  અંતરથી  આવકાર  મળે છે.

                          મોટા-મોટા બંગલાનું કામ નથી. 

................................................................................................

    ✴️ તા:15/11/2021- સોમવાર ✴️

       ••••••••••••~

🌞 દેડકી ચોમાસામાં બોલી શકતી નથી, 

                    માત્ર નર દેડકાં જ બોલતાં હોય છે. 

🌞 ગોકળગાયની સૌથી ધીમી ચાલ હોય છે, 

                  સૌથી ઝડપી ચાલ ચિત્તાની હોય છે. 

🌞 મોર નાચથી વખતે રડતો હોય છે, 

                રાજહંસ મૃત્યુ વખતે નાચતો હોય છે.                   

🌞 બિલાડીનો ટોપ એક જાતનું ફળ છે, 

                વરસાદથી બચવા છત્રી જેવો બને છે. 

🌞 તારા નામની સમુદ્રીય માછલીના, 

                   શરીરમાં એક પણ હાડકું હોતું નથી. 

🌞 કૂતરાને માત્ર એકવાર ખાવાનું આપવાથી, 

                  તે માણસને જીવનભર ભૂલતો નથી.

🌞 યાક નામનું પ્રાણી હિમાલયમાં રહે છે, 

                         તેનું દૂધ ગુલાબી રંગનું હોય છે.

🌞 ગાયના સો ગ્રામ ઘી નો યજ્ઞ કરવાથી,

                    એક ટન ઓક્સિજન પેદા થાય છે. 

🌞 માણસની જમણી આંખ નીચે તલ હોય તો, 

                     તે જરૂર સુખી અને સમૃદ્ધ બને છે. 

🌞 મચ્છરના મુખમાં સુડતાળીસ દાંત હોય છે,

                 માત્ર માદા મચ્છર જ કરડતા હોય છે. 

🌞 મગરને આખી જિંદગીમાં બે વખત, 

                    માણસને ત્રણ વખત દાંત આવે છે. 

🌞 ઘણાં કાંચીડાની જીભ તેના શરીર કરતાં, 

                      બે ગણી લાંબી પણ હોય શકે છે. 

🌞 જે માણસના નખ લાલ રંગના હોય તો, 

                    તેમનો સ્વભાવ ઉગ્ર જોવા મળે છે. 

🌞 વ્હેલ માછલીના મગજનું વજન સાત કિગ્રા, 

           ઉંદરના મગજનું વજન ચાર ગ્રામ હોય છે.    

🌞 કોયલ પક્ષી જીવનમાં માળો બનાવતું નથી, 

                  તે કાગડાના માળામાં જ ઈંડા મુકે છે.

🌞 વીંછણના બચ્ચાં વિંછણને ખાય છે, 

                    નાગણી પોતાના જ ઈંડાને ખાય છે. 

............................................................................................

 🌷આજનો માણસ ખૂબજ દોડા કરે છે🌷

    ⚛️ માનવ પોતે જન્મની નોંધણી કરાવી શકતો નથી, 

       તેમજ મૃત્યુ  બાદ નામ કમી કરાવી શકતો નથી,  

   પરંતું નામ કમાવવા આખી જિંદગી દોડા કરે છે.🏃   

⚛️માનવ જન્મે ત્યારે બાળોતિયાંને ખિસ્સું હોતુંનથી, 

   તેમજ મૃત્યુ બાદ પણ ખાપણને ખિસ્સું હોતું નથી, 

 પરંતું ખિસ્સા ભરવા આખી જિંદગી દોડા કરે છે.🏃

⚛️ માનવ જન્મે ત્યારે તેને ઘર મકાનની  જરૂર નથી, 

    તેમજ મૃત્યુ બાદ પણ મકાનની જરૂર પડતી નથી, 

પરંતું મકાન બનાવવા આખી જિંદગી દોડા કરે છે.🏃          

⚛️માનવ જન્મે ત્યારે  ખોરાકની વ્યવસ્થા હોય  છે,     

       તેમજ મૃત્યુ બાદ  ખોરાકની જરૂર પડતી  નથી,   

   પરંતું  ખાવા  માટે  આખી જિંદગી દોડા કરે  છે.🏃   

⚛️માનવ જન્મે ત્યારે શરીર પર અલંકાર હોતા નથી, 

     તેમજ મૃત્યુ બાદ અલંકાર કાઢી લેવામાં આવે છે,   

   પરંતું અલંકાર માટે આખી જિંદગી દોડા કરે છે.🏃 

⚛️ માનવ જન્મે ત્યારે મારા-તારાનો ભેદ હોતો નથી, 

      મૃત્યુ બાદ પણ મારું કે  તારું સાથે આવતું નથી, 

પરંતું આખી જિંદગી મારું-મારું કરતો દોડા કરે છે.🏃

⚛️ માનવ જન્મે ત્યારે બે ફૂટની જગ્યા  જોઈએ છે, 

      મૃત્યુ બાદ પણ છ ફૂટની જગ્યાની જરૂર પડે છે, 

 પરંતું પ્લોટ-વાડી માટે આખી જિંદગી દોડા કરે છે.🏃 

..............................................................................................................................

કર્મો આગળ કોઈનું ચાલતું નથી."

----------------------

        ⚛️ તા:13/11/2021-શનિવાર ⚛️

     ✳️ સંવત: 2078 કારતક સુદ દસમ ✳️  

  ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ 

✴️ભગવાન શ્રીરામ અવતારી બ્રહ્મ પુરુષ હતા.

                        છતાં તમે જુવો... 

     સીતાજીનું હરણ થયું ત્યારે ત્યાં કોઈ નહોતા

✴️અર્જૂન-ભીમ જેવા પાંડવો શક્તિશાળી હતા.

                       છતાં તમે જુવો... 

  દ્રૌપદીના ચિર લુંટાણા ત્યારે કોઈ બોલ્યું નહોતું. 

✴️સોનાની નગરી,દસ મસ્તક વાળો રાવણ હતો. 

                      છતાં તમે જુવો...

     રણભૂમિ મેદાન પડ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. 

✴️ભગવાન શ્રીકૃષ્ણ ચક્ર ધારી યોગ પુરુષ હતા.

                      છતાં તમે જુવો...

    પગમાં ભીલે બાણ માર્યું ત્યારે ત્યાં કોઈ નહોતું.

✴️રઘુવંશી રાજા દશરથ,શ્રીરામના પિતાજી હતા.

                       છતાં તમે જુવો...

  અંત સમયે પ્રાણ છોડ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું.

✴️ઈચ્છામૃત્યુ ધરાવતાં યોદ્ધા ભીષ્મપિતા હતા. 

                      છતાં તમે જુવો 

     બાણ શૈયા ઉપર સુતા ત્યારે ત્યાં કોઈ નહોતું. 

✴️શ્રીકૃષ્ણનો ભાણો,અર્જૂનપુત્ર અભિમન્યુ હતો. 

                      છતાં તમે જુવો...

     ચક્રવ્યું યુદ્ધમાં હણાયો ત્યારે ત્યાં કોઈ નહોતું.

✴️ શ્રીલક્ષ્મણજી શેષનારાયણનો અવતાર હતા.

                     છતાં તમે જુવો...

      ઇન્દ્રજિતે બાણ માર્યું ત્યારે ત્યાં કોઈ નહોતું.  

✴️ મહાત્મા ગાંધીજી  ભારતના રાષ્ટ્રપિતા હતા.

                      છતાં તમે જુવો...

નથુરામ ગોર્ડસે ગોળીમારી ત્યારે ત્યાં કોઈ નહોતું.

🙏તેથી માનવું પડે. કર્મ આગળ કોઈનું ન ચાલે.

  🌺 સુખ -દુઃખ સબ વિધિ કા વિધાન હૈ.

..................................................................................................

👉🏻 આપણા ભુલાએલા શબ્દો યાદ કરવા છે જેમ કે 👇


ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

શિપર ( સપાટ પથ્થર )

પાણો ( પથ્થર)


ઢીકો (ફેંટ મારવી)

ઝન્તર (વાજિંત્ર)

વાહર (પવન)


ભોઠું પડવું ( શરમાવું )

હટાણું. ( ખરીદી કરવા જવું )

વતરણું  ( સ્લેટ ની પેન)

નિહાળીયા (વિદ્યાર્થી )

બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

ખાહડા ( પગરખાં)

બુસ્કોટ ( શર્ટ )

પાટલુન ( પેન્ટ)

ભીસ્કુટ ( બિસ્કીટ )

ફારશયો ( કોમેડિયન )

ફારસ. ( કોમિક )

વન્ડી.  ( દીવાલ )

ઠામડાં ( વાસણ )

લેવકળો ( માગ માગ કરનાર )

ભેરુ (દોસ્ત )

ગાંગરવુ. (બુમાબુમ કરવી)

કાંઠાળો ( હાઈટ વાળો )

ડણક ( સિંહ ની ત્રાડ)

બકાલુ  (શાક ભાજી )

વણોતર ( નોકર)

ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

રાંઢવુ  ( દોરડું )

દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)

દકતર (સ્કૂલ બેગ)

પેરણ.  (પહેરવેશ ખમીસ)

ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

બાક્સ (માચિસ )

નિહણી ( નિસરણી)

ઢાંઢા ( બળદ )

કોહ (  સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)

વેંત ,(તેવડ, ત્રેવડ)

હડી કાઢ (દોડાદોડ,,)

કળી ( ઝીણા ગાઠીયા ) 

મેં પાણી. ( વરસાદ )

વટક વાળવું (બદલો લેવો)

વરહ (વર્ષ,)

બે ખેતર વા ,( દુરી નું એક માપ)

વાડો(ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ)

૧ ગાવ (અંતર)

બાંડિયું(અડધી બાંયનું ખમીસ)

મોર થા ,( આગળ થા)

જિકવું (ફટકારવું)

માંડવી(શીંગ)

અડાળી( રકાબી)

સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)

દા આવવો (દાવ આપવો -લેવો )

વાંહે (પાછળ)

ઢીસ્કો ( ઠીંગણા)

બૂતાન (બટન)

બટન(  સ્વીચ )

રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)

શિરામણ..સવારનો નાસ્તો

રોંઢો....સાંજનો નાસ્તો

માંગણ....માંગવા વાળા

વાળું...રાત્રિનું ભોજન

હાથ વાટકો...ગમે ત્યારે કામમાં આવે એવું

માંચો (ખાટલો) 

વળગણી (કપડાં સૂકવવા ની દોરી) 

પછીત (ઘરની પાછળ ના ભાગની દીવાલ)

ટીમણ.. ( બપોરનું ભોજન)

.............................................................................................................

▪અમે ફરવા નહીં રખડવા જાઈયે,

▪અમે જમીએ નહીં ખાઈએ,

▪અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય,

▪અમે કપડા નહીં લુગડા પેરીયે,

▪અમે ચાલીએ નહીં હાલીયે,

▪અમે મગફળી ને માંડવી કહીયે,

▪અમે બારણા ને કમાડ કહીયે,

▪અમે વરસાદ ને મેહ કહીયે,

▪અમે માટલું નહીં ગોળો કહીયે,

▪અમે મોટર સાયકલ નહિ 

     ભટભટીયૂ કહીયે,

▪અમે ઝુલીએ નહિ હીચકીયે,

▪અમારે ધરે ઝૂલો નહીં ખાટ હોય,

▪અમારે કાર નહી ગાડી હોય,

▪અમે યાત્રા એ નહી જાત્રા એ જઈયે,

▪અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય,

▪અમે સ્કૂલ નહીં નીહાળે જઈયે,

▪અમે ખરીદવા નહીં 

     હટાણુ કરવા જઈયે,

▪અમે વસ્તુ રીપેર નહીં હમી કરાવીયે, 

▪અમે બીમાર નહીં માંદા પડીયે,

▪અમારે ત્યાં મેહમાન નહીં મેમાન આવે,

▪અમે સ્મશાન યાત્રામાં નહીં 

     આભડવા જઈયે,

▪અમે સ્નાન ના કરીએ નાહીએ

▪અમે સ્કૂલ મા નહિ 

    નિહાળ મા ભણીયે,

▪અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં 

     કેટલા પૈસા થયા તેમ પુછીયે,

▪અમને શિક્ષક નહીં માસ્તર ભણાવે, 

▪અમે સવારે બ્રેકફાસ્ટ નહીં 

    શીરામણ કરીયે,

▪અમે બપોરે લંચ નહીં બપોરો કરીયે,

▪અમે બપોર પછી 

      હાઈ ટી નહીં રોંઢો કરીયે,

▪અમે સાંજે ડીનર નહીં વાળુ કરીયે,

▪અમે સુઈ જાય  નહીં હુઈ જા, કહીયે

▪અમે ગીત નહીં ગાણા સાંભળીયે,

▪અમે દુર જા નહી આઘો જા કહીયે,

▪અમે નજીક નહીં ઓરો આવ કહીયે,


      •••••••••••••••••••••••••••••••••••••

✳️  ખાટી આમલી           ✳️  તમાલ પત્ર 

    વધું ખાવાથી વાંધા            મગજ  મજબૂત 

       દુખાડે  સાંધા                     કરે છે તંત્ર 

--------------------                 --------------------

✳️  તલ છે નાના             ✳️  ખાવ  લવિંગ 

   તનને  આપે  બળ              દાંત પીડાને ખાંસી 

      કાળા કે ધોળાં                   કાઢે છે હાંકી 

--------------------                  --------------------                   

 ✳️  તીખા છે સુવા           ✳️  તીખા છે તજ 

    પેટને   માટે   દુવા              તેજ   કરે   મગજ 

        ન મળે ભુવા                    વાગેના  ગજ 

 --------------------                    ------------------

✳️  ખા વરિયાળી           ✳️  એલચી દાણો 

  જિંદગી  હરિયાળી              મોં માં  મટાડે  વાસ 

       ભૂખ લગાડી                      છે  મુખવાસ 

 --------------------                  -------------------

✳️  કાળુ  કોકમ             ✳️  આદું કે સૂંઠ 

ખુજલીને  જોખમ               બીમારી માંથી  ઉઠ 

     મટાડે  રોમ                        ખાંસીને  રૂઠ 

--------------------                ---------------------

✳️  રસ  ફુદીનો              ✳️  હું પીળી હિંગ 

 પચે  લાડું  બૂંદીનો                રસોઈમાં  છું  કિંગ 

    પાણી પુરીનો                        મટાડુ  ગૅસ 

--------------------               ---------------------

✳️  લીંબુ છે ખાટું           ✳️  ગોળને   જીરું 

રોગને   મારે   પાટુ                મલેરિયાને    ચીરૂ 

   જીવે એ લાબું                     તાવને  હરું

---------------------              --------------------- 

✳️   કમ ખા  મીઠું           ✳️ તીખી છે રાઈ 

  જાણે  દારૂનું  પીઠું           ભગાડે  મૂર્છા - વાઈ 

     બીપી  વધારું                  તન  વિદાઈ 

---------------------             ----------------------

✳️   ખા હળદર              ✳️  મીઠો લીમડો 

    મટાડે    કળતર              ચવાણું, દાળ-કઢી 

      ખાંસી મંતર                      માં ખૂબ માન    


👉🏻 આપણા ભુલાએલા શબ્દો યાદ કરવા છે જેમ કે 👇


ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

શિપર ( સપાટ પથ્થર )

પાણો ( પથ્થર)


ઢીકો (ફેંટ મારવી)

ઝન્તર (વાજિંત્ર)

વાહર (પવન)


ભોઠું પડવું ( શરમાવું )

હટાણું. ( ખરીદી કરવા જવું )

વતરણું  ( સ્લેટ ની પેન)

નિહાળીયા (વિદ્યાર્થી )

બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

ખાહડા ( પગરખાં)

બુસ્કોટ ( શર્ટ )

પાટલુન ( પેન્ટ)

ભીસ્કુટ ( બિસ્કીટ )

ફારશયો ( કોમેડિયન )

ફારસ. ( કોમિક )

વન્ડી.  ( દીવાલ )

ઠામડાં ( વાસણ )

લેવકળો ( માગ માગ કરનાર )

ભેરુ (દોસ્ત )

ગાંગરવુ. (બુમાબુમ કરવી)

કાંઠાળો ( હાઈટ વાળો )

ડણક ( સિંહ ની ત્રાડ)

બકાલુ  (શાક ભાજી )

વણોતર ( નોકર)

ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

રાંઢવુ  ( દોરડું )

દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)

દકતર (સ્કૂલ બેગ)

પેરણ.  (પહેરવેશ ખમીસ)

ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

બાક્સ (માચિસ )

નિહણી ( નિસરણી)

ઢાંઢા ( બળદ )

કોહ (  સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)

વેંત ,(તેવડ, ત્રેવડ)

હડી કાઢ (દોડાદોડ,,)

કળી ( ઝીણા ગાઠીયા ) 

મેં પાણી. ( વરસાદ )

વટક વાળવું (બદલો લેવો)

વરહ (વર્ષ,)

બે ખેતર વા ,( દુરી નું એક માપ)

વાડો(ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ)

૧ ગાવ (અંતર)

બાંડિયું(અડધી બાંયનું ખમીસ)

મોર થા ,( આગળ થા)

જિકવું (ફટકારવું)

માંડવી(શીંગ)

અડાળી( રકાબી)

સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)

દા આવવો (દાવ આપવો -લેવો )

વાંહે (પાછળ)

ઢીસ્કો ( ઠીંગણા)

બૂતાન (બટન)

બટન(  સ્વીચ )

રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)

શિરામણ..સવારનો નાસ્તો

રોંઢો....સાંજનો નાસ્તો

માંગણ....માંગવા વાળા

વાળું...રાત્રિનું ભોજન

હાથ વાટકો...ગમે ત્યારે કામમાં આવે એવું

માંચો (ખાટલો) 

વળગણી (કપડાં સૂકવવા ની દોરી) 

પછીત (ઘરની પાછળ ના ભાગની દીવાલ)

ટીમણ.. ( બપોરનું ભોજન)


.............................................................................................................................................

▪અમે ફરવા નહીં રખડવા જાઈયે,

▪અમે જમીએ નહીં ખાઈએ,

▪અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય,

▪અમે કપડા નહીં લુગડા પેરીયે,

▪અમે ચાલીએ નહીં હાલીયે,

▪અમે મગફળી ને માંડવી કહીયે,

▪અમે બારણા ને કમાડ કહીયે,

▪અમે વરસાદ ને મેહ કહીયે,

▪અમે માટલું નહીં ગોળો કહીયે,

▪અમે મોટર સાયકલ નહિ 

     ભટભટીયૂ કહીયે,

▪અમે ઝુલીએ નહિ હીચકીયે,

▪અમારે ધરે ઝૂલો નહીં ખાટ હોય,

▪અમારે કાર નહી ગાડી હોય,

▪અમે યાત્રા એ નહી જાત્રા એ જઈયે,

▪અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય,

▪અમે સ્કૂલ નહીં નીહાળે જઈયે,

▪અમે ખરીદવા નહીં 

     હટાણુ કરવા જઈયે,

▪અમે વસ્તુ રીપેર નહીં હમી કરાવીયે, 

▪અમે બીમાર નહીં માંદા પડીયે,

▪અમારે ત્યાં મેહમાન નહીં મેમાન આવે,

▪અમે સ્મશાન યાત્રામાં નહીં 

     આભડવા જઈયે,

▪અમે સ્નાન ના કરીએ નાહીએ

▪અમે સ્કૂલ મા નહિ 

    નિહાળ મા ભણીયે,

▪અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં 

     કેટલા પૈસા થયા તેમ પુછીયે,

▪અમને શિક્ષક નહીં માસ્તર ભણાવે, 

▪અમે સવારે બ્રેકફાસ્ટ નહીં 

    શીરામણ કરીયે,

▪અમે બપોરે લંચ નહીં બપોરો કરીયે,

▪અમે બપોર પછી 

      હાઈ ટી નહીં રોંઢો કરીયે,

▪અમે સાંજે ડીનર નહીં વાળુ કરીયે,

▪અમે સુઈ જાય  નહીં હુઈ જા, કહીયે

▪અમે ગીત નહીં ગાણા સાંભળીયે,

▪અમે દુર જા નહી આઘો જા કહીયે,

▪અમે નજીક નહીં ઓરો આવ કહીયે,

ભાઈ અમે કાઠીયાવાડી ...

કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ.