Wednesday 23 June 2021

આસપાસ ધોરણ-૫

  

૧.મજાની ઇન્દ્રિયો

v નીચે આપેલી વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકમાં એકમની વિગતો પૂર્ણ કરો.

Ø માણસ અને પ્રાણીઓમાં કઈ કઈ ઇન્દ્રિયો હોય છે ? તેમનાં કામ લખો .

·        આંખ – જોવાનું કામ કરે

·        નાક – સૂંઘવાનું કામ કરે

·        કાન – સાંભળવાનું કામ કરે

·        જીભ – સ્વાદ પારખવાનું કામ કરે

·        ચામડી – સ્પર્શ અનુભવવાનું કામ કરે

Ø કીડી રસ્તો શોધવાનું કામ કેવી રીતે કરે છે ?

·        કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર પોતાની સુંગધ છોડીને જાય છે . બીજી કીડીઓ એ સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે .

Ø કૂતરો શાં માટે જ્યાં – ત્યાં સૂંઘતો જોવા મળે છે ?

·        કૂતરો પોતાનો વિસ્તાર જાતે બનાવે છે . તેઓના વિસ્તારમાં બીજા કૂતરાં આવે તો તેનાં પેશાબ અને મળની ગંધ પરથી જાણી શકે છે .

Ø ગમતી સુંગધ – ફૂલોની સુંગધ , અગરબત્તીની સુંગધ , શાકના વઘારની સુંગધ , ભીની માટીની સુંગધ , અત્તરની સુંગધ

Ø ન ગમતી સુંગધ – ગટરની દુર્ગંધ , કાદવની દુર્ગંધ , મરેલા પ્રાણીની દુર્ગંધ , કેમીકલની દુર્ગંધ , સડેલા કચરાની દુર્ગંધ

Ø કયા પક્ષીઓ આપણા કરતા ચાર ગણું દૂર જોઈ શકે છે ?

·        સમડી , ગરૂડ , ગીધ

Ø એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસે જાગે છે તે પ્રાણીઓ થોડા રંગ જોઈ શકે છે , જયારે રાત્રે જાગતા પ્રાણીઓ ફક્ત સફેદ અને કાળા રંગ જ જોઈ શકે છે .

Ø માણસથી મોટા કાન ધરાવતા પ્રાણીઓ – ગાય , ભેંસ , બકરી , હાથી , ઘોડો , જિરાફ , સસલું , હરણ

Ø માણસથી નાના કાન ધરાવતા પ્રાણીઓ – ઉંદર , ખિસકોલી , બિલાડી , વાંદરો

Ø કાન વગરના પ્રાણીઓ – ગરોળી , કાચબો , ચકલી , મોર , કબૂતર , પોપટ , સમડી , કાબર , દેડકો

Ø ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જંગલી પ્રાણીઓને જોઈ કે તેમના ભયથી બીજાને સાવચેત કરવા અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે .

Ø માછલીઓ વિદ્યુતસંકેત દ્વારા ચેતવણી આપે છે .

Ø દરિયાઈ પ્રાણી ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ – અલગ પ્રકારના અવાજો કરે છે .

Ø વ્રુક્ષ પર રહેતું સ્લોથ પ્રાણી આશરે અઢાર કલાક વ્રુક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે . તે લગભગ વ્રુક્ષો પર રહીને જ પર્ણો ખાઈ લગભગ ૪૦ વર્ષનું જીવન જીવે છે .

Ø વાઘ વિશેની માહિતી – તે રાત્રે આપણા કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે . તેની મૂછો હવામાં ધ્રુજારી અને હલનચલન અનુભવી શકે છે . તેની ગર્જના ૩ કિમી દૂર સુધી સંભળાય છે . વાઘ તેના વિસ્તારને પેશાબની નિશાની કરી અલગ પડે છે .વાઘના કાન અલગ – અલગ દિશામાં ફરી શકે છે . તેની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર હોય છે કે તે પાંદડા અને ઘાસના અવાજ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પડી શકે છે .

Ø કેટલાક પ્રાણીઓના શિકાર તેમના શરીરના અંગો માટે થાય છે . જેમકે

·        હાથીને તેના દાંત માટે

·        ગેંડાને તેના શીંગડા માટે

·        વાઘ , મગર , સાપને તેની ચામડી માટે

·        કસ્તુરીમૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે

Ø પ્રાણીઓની રક્ષા માટે સુરક્ષિત જંગલ વિસ્તાર

·        ઉત્તરાખંડમાં ‘જીમ કોર્બેટ નેશનલ પાર્ક

·        રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ‘ઘાના

·        ગુજરાતમાં ‘ગીર રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન


-------------વિપુલભાઈ પટેલ, મ.શિ. માલીસરાવાંઢ પ્રા.શાળા, ભીમાસર