Wednesday 23 June 2021

આસપાસ ધોરણ-૪

૧. રોજ નિશાળે જઈએ ....

v નીચેની વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકની વિગતો પૂર્ણ કરો .

Ø  રોડ પર ચાલતાં વાહનો

·         સાઇકલ , મોટરસાયકલ , કાર , જીપ ,ખટારો , બસ , રીક્ષા

Ø  પ્રાણી વડે ચાલતાં વાહનો

·         ઘોડાગાડી , ઊંટગાડી , બળદગાડું

Ø  પાણીમાં ચાલતાં વાહનો

·         હોડી , સ્ટીમર , સબમરીન 

Ø  હવામાં ઉડતા વાહનો 

·         વિમાન , હેલિકોપ્ટર , રોકેટ

Ø  પાટા પર ચાલતું વાહન – ટ્રેન

Ø  પુલ બનાવવા ઉપયોગી વસ્તુઓ

·         સિમેન્ટ , રેતી , કપચી , પાણી , ઇંટો , લોખંડના સળિયા

Ø  બાળકો કેવા કેવા વિસ્તારમાં થઈને  શાળાએ આવે છે ?

·         બાળકો જંગલ વિસ્તાર , પહાડી વિસ્તાર , નદી કિનારાનો વિસ્તાર , રણ વિસ્તાર , વાડી વિસ્તાર વગેરે વિસ્તારમાં થઈને શાળાએ આવે છે.

Ø  જંગલમાંથી પસાર થતાં શી – શી કાળજી રાખવી પડે ?

·         જંગલમાંથી પસાર થતાં જંગલી પ્રાણીઓ , જીવજંતુઓ વગેરેથી સાચવીને ચાલવું જોઈએ . ચોમાસા દરમિયાન વાવાઝોડાને લીધે વ્રુક્ષો પડી ન જાય તેનું ધ્યાન રાખવું પડે . રસ્તો ભૂલી ન જવાય તે જોવું પડે .

Ø  નીચેની ખામી ધરાવતા લોકોને શી મુશ્કેલી પડતી હશે ?

·         અપંગ – ચાલવામાં , લખવામાં , હાથપગથી કામ કરવામાં

·         અંધ – જોઈ શકતા ન હોવાથી દરેક કામ કરવામાં

·         મૂક બધિર – બોલી અને સાંભળી શકવામાં

Ø  પુલ શાં માટે બનાવવામાં આવે છે ?

·         વાહનો એક બાજુથી બીજી બાજુ જવા માટે સિમેન્ટના પુલ બનાવવામાં આવે છે . નદી ઓળંગવા માટે સિમેન્ટના , લાકડાના , વાંસના  કે દોરડાના પુલ બનાવવામાં આવે છે .

Ø  ઉડનખટોલા એટલે શું ?

·         પર્વતીય વિસ્તારમાં તળેટીથી ટોચ પર જવા મજબૂત તારના દોરડા પર લટકાવેલી ટ્રોલી એટલે ઉડનખટોલા . ગુજરાતમાં અંબાજી , પાવાગઢ , ગીરનાર ડુંગર પર ચઢવા ઉડનખટોલા આવેલા છે .


 -------------વિપુલભાઈ પટેલ, મ.શિ. માલીસરાવાંઢ પ્રા.શાળા, ભીમાસર