Thursday 1 July 2021

અભ્યાસ માટેના મુદ્દા - પર્યાવરણ 3 થી ૫

 આસપાસ ધોરણ-3

૩ . પાણી જ પાણી

Ø પાણી આપણને કઈ – કઈ જગ્યાએથી (સ્ત્રોતમાંથી) મળે છે ?

·        પાણી નદી , તળાવ , કૂવો , સરોવર , ઝરણા , જળધોધ , દરિયા વગેરેમાંથી મળે છે .

Ø પાણીનો ઉપયોગ ક્યાં – ક્યાં થાય છે ?

·        પાણીનો ઉપયોગ પીવામાં , રસોઈમાં , ઘરને સાફ રાખવા , નહાવામાં , કપડા ધોવામાં , વ્રુક્ષો ઉગાડવામાં , ખેતરના પાક માટે , મકાનના બાંધકામમાં , માટીના વાસણ બનાવવા , કાપડ ઉપર રંગકામ કરવા , વાહનોની સફાઈ કરવા , ફેકટરીમાં ઘણી વસ્તુઓ બનાવવા વગેરે કામમાં થાય છે .

Ø પાણીનો ઉપયોગ ક્યાં થતો નથી ?

·        પાણીનો ઉપયોગ રમત રમવામાં , ગાવામાં , લખવામાં , વીજળીના સાધનો ચલાવવા , વાહનોને ચલાવવા , ચિત્ર દોરવા વગેરેમાં થતો નથી .

Ø ઘરમાં પાણીનો સંગ્રહ માટલી , ડોલ , જગ , કેરબા , દેગડી ,પાણીની ટાંકી વગેરેમાં થાય છે .

Ø પાણી આપણા સૌ માટે ખૂબ જ મહત્વનું છે . ઘણા લોકો પાણીને વેડફી નાખે છે . ઘણા લોકો નદી , કુવા , તળાવના પાણીનો બગાડ કરે છે . ઘણા લોકો જરૂર કરતા વધુ પાણીનો ઉપયોગ કરે છે . ઘણી વખત દુકાળ જેવી સ્થિતિમાં પાણીની અછત સર્જાય છે . પાણી મનુષ્ય , પશુ , પંખી , વનસ્પતિ બધા માટે મહત્વનું છે . આથી તેનો સંગ્રહ અને બચાવ કરવો આપણા સૌની ફરજ છે .

આસપાસ ધોરણ-૪

૩ . નંદુ સાથે એક દિવસ

Ø હાથીના બચ્ચાને મદનીયું કહે છે . હાથીના અવાજને ચીંઘાડવું કહે છે .

Ø પુખ્ત હાથી એક દિવસમાં ૧૦૦ કિગ્રા કરતા પણ વધુ ખાઈ શકે છે . તે દિવસમાં ફક્ત બે થી ચાર કલાક જ સુએ છે . હાથીને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે . કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે . તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે . હાથી શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે .

Ø સામાન્ય રીતે હાથીના ટોળામાં દશ – બાર હાથણીઓ અને બચ્ચાં હોય છે . સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે . હાથી ચૌદ – પંદર વર્ષ સુધી ટોળામાં રહે છે , પછી તે ટોળું છોડી એકલા ફરે છે .

Ø જંગલમાં ઘણા પ્રાણીઓ જૂથમાં રહે છે . પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે . ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે .

Ø હાથીઓની જેમ જંગલી ભેંસ , હરણ , ઝીબ્રા , વરૂ , જંગલી ભૂંડ વગેરે પ્રાણીઓ પણ ટોળામાં રહે છે .

Ø હાથી , ઘોડો , ઊંટ સવારી કરવાના અને ભાર ખેંચવાના કામમાં આવે છે .

Ø ઘણી વખત આપણે બગલાને ભેંસ ઉપર બેઠેલો જોઈએ છીએ . બગલો ભેંસ ઉપરની જીવાત ખાતો હોય છે .

આસપાસ ધોરણ-૫

૩ . સ્વાદથી પાચન સુધી

Ø સ્વાદના પ્રકાર – તીખો , તૂરો , મીઠો , ખાટો , ખારો , કડવો

Ø જીભના અલગઅલગ ભાગ પર અલગઅલગ સ્વાદનો અનુભવ થાય છે .

Ø ખોરાક હમેંશા ખૂબ ચાવીને ખાવો જોઈએ . ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે .

Ø ડૉ . બ્યુંમોન્ટે ખોરાક શરીરમાં કઈ રીતે પચે છે તે શોધવા માટે અલગઅલગ પ્રયોગો કર્યા . તેમણે જોયું કે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે . જયારે આપણે દુ:ખી હોઈએ છીએ ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી .

Ø બાળકોને જયારે ભૂખ લાગે ત્યારે અમુક બાળકોને માથું દુ:ખે છે , અમુક બાળકો ગુસ્સે થાય છે , અમુક બાળકો રડવા લાગે છે , અમુક બાળકો થાકી જાય છે .

Ø જયારે કોઈ વ્યક્તિને ભૂખ , બીમારી કે ચક્કરના કારણે અશક્તિ જેવું લાગે ત્યારે ડોક્ટર તેને ગ્લુકોઝની બોટલ ચડાવે છે . જેથી વ્યક્તિને ગ્લુકોઝના કારણે તરત જ થોડી ઘણી તાકાત મળશે . ગ્લુકોઝ એ એક પ્રકારનું મીઠા અને ખાંડનું દ્રાવણ જ છે .

Ø ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે .

Ø ઘરમાં બનાવેલો અને તાજો ખોરાક જ શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે . ઉંમર પ્રમાણે યોગ્ય આહાર લેવાથી શરીરનો વિકાસ સારો થાય છે .

Ø સારો ખોરાક સારી તંદુરસ્તી આપે છે અને બાળકનો વિકાસ પણ સારો થાય છે .

Ø યોગ્ય આહાર એટલે જે આહારમાં અનાજ , કઠોળ , શાકભાજી , ફળ , દૂધ , દહીં , ઘી વગેરેનો સમાવેશ થતો હોય .જે બાળકને યોગ્ય આહાર ના મળતો હોય તે બાળકો નબળા અને માંદા (વારંવાર બીમાર) થઇ જાય છે .

 ------------વિપુલભાઇ પટેલ