Thursday 27 January 2022

લેખ: પ્રાણ જાય પણ વચન ન જાય - શ્રી મહેશ ભટૈયા

 

“ પ્રાણ જાય  પણ વચન ન જાય ”

       પ્રસ્તુત પંક્તિનું મહત્વ આજના સમયમાં કેટલું છે તે આંકવું મુશ્કેલ છે પણ પ્રાચીન સમયમાં દેશના રાજા- મહારાજાઓ હોય કે દેશને આઝાદી અપાવનારા સ્વંતંત્ર સેનાનીઓ હોય કે ક્રાંતિકારીઓ હોય તેમનું સમગ્ર જીવન જ દેશની  રક્ષાકાજે વચનબદ્ધ રીતે જીવતા હતા.

                     “રઘુકુલ રીત સદા ચલી આયી,

                     “પ્રાણ જય પણ વચન ન જાય.

      ત્રેતાયુગમાં રચાયેલા ભારતના ધાર્મિક્ગ્રંથ જે મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ એવા રામાયણમાં પણ રઘુકુલવંશના પિતા રાજા દશરથની આજ્ઞાનું પાલન કરવા રઘુનંદન દશરથપુત્ર ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો.

      ગુપ્તયુગમાં જયારે ભારતવર્ષ પર વિદેશી રાજાઓ આક્રમણ કરે છે ત્યારે તે સમયના રાજા ધનાનંદ અખંડ ભારતની રક્ષા કરવા માટેની તૈયારી દર્શાવતા નથી ત્યારે ઋષિ ચાણક્ય તેમના વિરોદ્ધ પ્રતિજ્ઞા લે છે “જયા સુધી હું તારો સર્વનાશ ન કરું, જયા સુધી મગધની રાજગાદી પરથી દુર ન કરું ત્યાં સુધી હું શિખાને નહી બાંધું”.

      ૧૬મી સદીના અંગ્ર્જોની ગુલામી અને શોષણમાંથી ભારતદેશને સ્વતંત્ર સેનાનીઓએ પોતાને વચનબદ્ધ રહ્યા હતા જેમ કે ૧૨મી માર્ચ ૧૯૩૦નું દાંડીયાત્રા સમયે ગાંધીજીએ આપેલું વચન “ભલે હું કાગડા કુતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમા પાછો નહી ફરું” ત્યારબાદ બાલગંગાધર ટીળકે દેશની સ્વતંત્રતા માટે આપેલું વચન હોય ‘ સ્વારાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે, હું તેને મેળવીને જ જંપીશ” કે પછી આઝાદ્હિન્દ ફોઝન નેતા સુભાસચંદ્ર બોઝની પ્રતિજ્ઞન હોય “ ગુલામ હિન્દુસ્તાનમાં પગ મુકીશ નહી”. કે પછી દેશના પ્રથમ ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે હોય “દેશને ગુલામીમાંથી મુકત નહી કરું ત્યાં સુધી કપાળ પર ચંદન કે તિલક નહી કરું”. કે પછી હલ્દીઘાટીના યુધ્ધમાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચેના યુધ્ધમાં અકબર સામે હારતા યુધ્ધમાં આપેલુ વચન કે “ હું જ્યાં સુધી અકબર સામે હારેલો કિલ્લો પરત નહી મેળવું ત્યાં સુધી ખાટલા પર નહી સુવું.” દેશની સ્વતંત્રતા કે આઝાદી મેળવવા માટે ઉપરોકત ક્રાંતિકારીઓ કે દેશભક્તોએ પોતના જીવનમાં જે કઈ વચનો કે પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. જયારે આજના યુગની પેઢીના બાળકોને તેમના જીવનમાં શું બનવાનું છે તેની પુરેપુરી સમજન હોતી નથી ત્યારે ઉપરોકત ક્રાંતિકારીઓન જીવનમાંથી શીખ લઇ દરેક બાળકોએ પોતાના જીવન એક લક્ષ્ય કે ધ્યેય નક્કી કરી અને મકમ મન સાથે સખત પરિશ્રમ દ્વારા તેઓ પણ શિક્ષક, ડોક્ટર, વકીલ, કે કોઇપણ સારા સરકારી અફસર બનીને કુટંબ, સમાજ, કે રાષ્ટ્રની સેવા કરવાની અને દેશભક્તિની ભાવના કે દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના વિકસે છે .

શ્રી મહેશકુમાર દયારામભાઈ ભટૈયા,

શ્રી સરકારી ઉ.મા. શાળા, સુવઈ, તા-રાપર,કચ્છ.