Saturday 18 July 2020

અર્થગ્રહણ માટે શબ્દો ધોરણ 3 થી ૫

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
આપણને ભણતી વખતે અમુક શબ્દોના શા અર્થ થતા હશે તેવો પ્રશ્ન સતાવે છે અથવા તો કોઈ સ્વાધ્યાયના પ્રશ્નોમાં આવા શબ્દો આવે ત્યારે તે શબ્દના અર્થની ખબર ના હોવાના લીધે જવાબ આપવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. અહી આવા જ ૧૦૬ જેટલા  શબ્દોના અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહી એક શબ્દના 1,2 કે 3 અર્થ આપેલા છે. આનો અભ્યાસ આપને ઉપયોગી નીવડશે.

ક્રમ

શબ્દ

અર્થ-૧

અર્થ-૨

અર્થ-૩

1

અક્ષર

ગ ... આ અક્ષરો છે.

ભાષાનો વર્ણ

બોલ(દા.ત. ક),  અવિનાશી

2

અગાઉ

પહેલાં

પૂર્વે

 

3

અનુકરણ

કોઈ કરે તેમ કરવું.

નકલ કરવી

અનુસરવું

4

અનુભવ

જાતે જાણવું

જાતે ભોગવવું

પ્રત્યક્ષ જ્ઞાન

5

અનુલેખન

જોઇને લખવું

ઉતારો કરવો

 

6

અનુવાદ

કહેલી વસ્તુ ફરીથી કહેવી

એક ભાષાની બાબતને બીજી ભાષામાં કહેવી.

ભાષાંતર

7

અભિનય

વેશ ભજવવો

 

 

8

અર્થ

મતલબ

હેતુ

સમજૂતીઉદ્દેશ

9

અર્થપૂર્ણ

હેતુવાળું

મતલબવાળું

 

10

અલ્પવિરામ

વાક્યમાં થોડું અટકતાં મૂકાતી નિશાની ,

,

 

11

અવલોકન

ધ્યાનથી જોવું


જીણવટથી જોવું

બારીકાઈથી જોવું.

12

આકૃતિ

લીટીથી દોરેલો આકાર

આકાર

મૂર્તિ

13

આધારે

મદદથી

નો ઉપયોગ કરી

પુરાવોસાબિતી

14

ઉખાણાં

સમસ્યાકોયડો

ગાઈને પૂછી શકાય તેવો પ્રશ્ન

કહેવતદૃષ્ટાંત

15

ઉત્તર

જવાબ

પાછલું

વધતું

16

ઉદાહરણ

કોઈ બાબત સમજાવવા આપેલો દાખલો

દાખલો

દૃષ્ટાંત

17

ઉપયોગ

વપરાશ

વાપરવું

 

18

ઉપરોક્ત

ઉપર કહેલું

ઉપર જણાવેલું

 

19

ઉમેરો

ઉમેરવું

વધારો કરવો

મેળવવું

20

ઊલટાવો

અવળું કરો

ઊલટી દિશામાં

પ્રતિગામી

21

ઓળખો

જાણો

પરિચય કરો

સમજો

22

કડી

કવિતાની લીટી

 કવિતાનું પદચરણ

લાઈન

23

કથન

કહેલું વાક્ય

કહેવું તે

બોલ

24

કવિ

કવિતા કરનાર

કવિતા લખનાર

 

25

કોઠો

આડી ઊભી લીટીઓથી બનાવેલી ખાનાંવાળી આકૃતિ

કોષ્ટક

 

26

કૌંસ

લખાણમાં વપરાતી નિશાની ( ), { },[ ]

 

 

27

ક્રમ

એક પછી એક આવે તેવું

શ્રેણી

હારમાળા

28

ક્રિયા

કામ કરવાની રીત દા.ત. ખાવું,પીવું. વગરે

 

 

29

ખરું કરો

 ની નિશાની કરવી

સુધારવું/ સાચું કરવું

 

30

ખાનું

ઘણાં ખાનાં  ભેગાં થઇ કોઠો બનાવે છે.

લખાણ માટે અલગ કરેલો વિભાગ

વસ્તુ મુકવા અલગ કરેલો વિભાગ

31

ગદ્ય

ગવાય નહિ એવું સાદું લખાણદા.ત. વાર્તાફકરો

પદ્યથી ઊલટું

 

32

ગૃહકાર્ય

ઘરેથી  કરી આવવાનું કામ-લેસન

ઘરકામ

 

33

ઘટનાક્રમ

બનાવ કે ઘટનામાં આવતા વાક્યોનો ક્રમ

 

 

34

ચર્ચા

વાદવિવાદ

વાતચીત

 

35

ચિહ્ન

નિશાની

 

 

36

ચોકઠું

ચોખંડો ઘાટ

ફ્રેમ

 

37

છેકી નાખવું

લખેલું નકામું છે તે બતાવવા લખાણ ઉપર લીટી  કરવી. દા.ત. આજે

 

 

38

જૂથકાર્ય

ટૂકડીમાં કામ કરવું.

ટીમવર્ક

 

39

જોડકણું

ગમે તેમ જોડી કાઢેલું ગીત કે કવિતા

વાક્યો જોડી બનાવેલું ગીત/કવિતા

 

40

જોડકાં

બે ની જોડ કરવી

 

 

41

જોડણી

શબ્દ બનાવવા અક્ષરોને જોડવાની રીત

સ્પેલિંગ

 

42

જોડીદાર

સાથી- જોડે કામ કરનાર

 

 

43

ઝીલગાન

એક જણ ગાય અને બીજા તે ગીત ઉપાડી લે.

ગાનારની પાછળ તરત ગાવું.

 

44

તફાવત

ફરકભેદ

ઓછાવત્તાપણું

 

45

ધારવું

નક્કી કરવુંકઈક કરવાનું નક્કી કરવું.

અનુમાન કરવું

માનવું.

46

ધ્યાનથી

એક લક્ષથી

એકાગ્રતાથી

 

47

નકામું

કામ વગરનું- જેનું કામ નથી તેવું.

ઉપયોગ વિનાનું

 

48

નમૂનો

ઉદાહરણ- જેના પરથી નકલ કરવાની છે તે

સેમ્પલ

 

49

નિમ્ન

નીચેનુંનીચે આપેલ

 

 

50

નિશાની

નિશાનચિહ્ન

યાદ રહે તે માટે કરેલ ચિહ્ન

સંજ્ઞા

51

નોંધ કરવી

લખી લેવું.

ટીપ્પણી

ટાંચણ

52

પંક્તિ

લીટી

હાર

 

53

પદ્ય

કવિતા

છંદબદ્ધ શબ્દ રચના

 

54

પરિસ્થિતિ

આજુબાજુની સ્થિતિ

સંજોગ

 

55

પસંદ

ગમતું

સ્વીકારેલું

ચૂંટી કાઢેલું

56

પાઠ

પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો ભાગ

ભણી જવું તે

 

57

પાત્ર

વાર્તા કે નાટકમાં આવતી વ્યક્તિ

લાયકયોગ્ય

વાસણ

58

પૂર્ણ

પૂરું

આખું

સમાપ્ત

59

પૂર્તિ

ઉમેરો કરવોઉમેરવું

પુરવણી

 

60

પૂર્ણવિરામ

વાક્ય પૂરું  થતાં મૂકાતી નિશાની .

.

 

61

પ્રકરણ

ચોપડીનો વિભાગ (અહીં પાઠ)

પ્રસંગ

 

62

પ્રમાણે

 રીતે

અનુસાર

પેઠે

63

પ્રયત્ન કરો.

કોશિશ

પ્રયાસ

 

64

પ્રશ્ન

સવાલ

જાણવાવિચારવા કે ચર્ચવાની બાબત

 

65

પ્રસંગ

બનાવઘટના

અવસર

 

66

પ્રાસ

કવિતાનિ લીટીના અંતે અક્ષર મળતા આવવા તે.

 

 

67

ફકરો

નાનું પ્રકરણથોડાંક વાક્યોનો સમૂહ

કંડિકા

 

68

ફેરફાર

ફરક,તફાવત

સુધારો

બદલી

69

બદલાવો

એક ને બદલે બીજું મુકો

ફેરફાર કરો

 

70

બરાબર

સરખુંસમાન

જોઈએ તેવું

ખરું

71

બાદ કરો

કાઢી નાખો

ઓછું કરો

કમ કરો

72

બિનજરૂરી

જરૂર ના હોય તેવું

 

 

73

ભજવો

ખેલ કરી દેખાડો

અભિનય કરો

 

74

ભૂલ

ખામી

ગફલત

ચૂક

75

ભેળસેળ

(અલગ અલગ વસ્તુઓ ભેગી કરવી કે થવી) મિશ્રણ

ભેળવવું

 

76

મનપસંદ

મનને ગમતું

 

 

77

માહિતી

જાણકારી

ખબર

હકીકત

78

મુશ્કેલી

મુસીબત

અડચણ

વિઘ્ન

79

યોગ્ય રીતે

સારી રીતેલાયક રીતે

 

 

80

યોગ્યક્રમ

જે ક્રમ હોવો જોઈએ તે (લાયક રીતે)

છાજે તેવી રીતે આપેલ ક્રમ

 

81

લખાણ

લખેલી બાબત

 

 

82

લીટી

પહોળાઈ વગરની રેખા

કડીહાર

લાઈન

83

લેખક

જે લેખ કે ગ્રંથ લખે છે તે

લહિયો

 

84

લેખન

લખવું તે

લખવાની રીત

 

85

લેસન

વિદ્યાર્થીએ ઘરેથી તૈયાર કરી લાવવાનું કામ કે ભણતર

 

 

86

વાંચન

વાંચવું તે

વાંચવાની ઢબ

અભ્યાસ

87

વાક્ય

શબ્દો ભેગા મળી કોઈ અર્થ રચે તે.

પૂર્ણ અર્થ બતાવતો શબ્દસમૂહ

 

88

વાક્યચિત્ર

વાક્યોથી બનેલું ચિત્ર

 

 

89

વારાફરતી

એક પછી એક

વારા પ્રમાણે

 

90

વાર્તાનો ક્રમ

વાર્તાની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવી

 

 

91

વિકલ્પ

ઘણા જવાબમાંથી કોઈ એક જવાબ પસંદ કરવો.

તર્કવિતર્ક

 

92

વિચારો

મનન કરો

તર્ક કરો

 

93

વિધાન

વાક્યકથન

વિધિ,રીત

 

94

વિશે

ને લગતું

વિષે

 

95

શબ્દકોશ

ભાષાના શબ્દોનો ગ્રંથ

 

 

96

શબ્દકોશનો ક્રમ

શબ્દકોશમાંથી શબ્દ શોધવા ઉપયોગી અક્ષરોનો ક્રમ

 

 

97

શબ્દચિત્ર

શબ્દમાં આવેલા અક્ષરોથી બનેલું ચિત્ર

શબ્દોથી બનેલું ચિત્ર

 

98

શોખ

મોજમજા

હોંસઈચ્છાકોડ

 

99

શ્રવણ

સાંભળવું

 

 

100

શ્રુતલેખન

સાંભળીને લખવું

 

 

101

સંવાદ

વાતચીતસવાલજવાબ

ચર્ચા

 

102

સભા

કોઈ ખાસ કામ માટે ભેગા થવું

મેળાવડો

પરિષદ

103

સમૂહગાન

ભેગા મળી ગાવું

 

 

104

સરખાવવું

આપેલી બાબતો બરાબર (સરખી) છે કે નહિ તે જોવું

તુલના કરવી

જુદાપણું શોધવું

105

સુલેખન

સારા અક્ષરે લખવું

સુંદર લેખન

 

106

સ્વાધ્યાય

નિયમિત ભણવુંજાતે અભ્યાસ કરવો

અધ્યયન

 


posted by Vijay chaudhari